પરિણામ/ આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ,વેબસાઇટ પર રિઝલ્ટ જોઇ શકાશે

આજે પરિમામનો દિવસ છે, રાજ્યભરના 1.08 લાખ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી તેમના આતુરતાનો આજે અંત આવશે.ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ આવવાનો છે

Top Stories Gujarat
5 21 આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ,વેબસાઇટ પર રિઝલ્ટ જોઇ શકાશે

આજે પરિમામનો દિવસ છે, રાજ્યભરના 1.08 લાખ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી તેમના આતુરતાનો આજે અંત આવશે.ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ આવવાનો છે. વિધાર્થીઓમાં પરિણામને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

.કોરોનાના કારણે  રાજ્યમાં લગભગ દોઢ વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. એમાં પણ 2021માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં બેસીને આપી હતી. 28 માર્ચથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ પુરજોશમાં તૈયારીઓ કરી હતી, પરંતુ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ભણ્યા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે, જેની અસર પ્રીલિમિનરી પરીક્ષામાં પણ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ ખાસ કરીને પેપરમાં સેક્શન C અને D છોડી દીધા હતા, એટલે કે મોટા પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓએ આળસ કરી હતી અથવા સરખી રીતે લખી શક્યા નહોતા. સામાન્ય કરતાં પ્રીલિમિનરી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 10થી 30 ટકા ઘટ્યું છે. આમ, વિદ્યાર્થીઓની આ છૂટી ગયેલી રાઇટિંગ પ્રેક્ટિસનું પરિણામ બોર્ડની પરીક્ષા અને પરિણામ પર પડી શકે છે.