સુરત/ પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ

સુરત શહેર પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરીને વાહન ચલાવતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર કાર અને બાઈકની ટેસ્ટમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

Gujarat Surat
surat Strict action by police and RTO

@અમિત રૂપાપરા

સુરત શહેર પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમ ભંગ કરતા લોકો સામે જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેને લઈને હવે લોકો લાયસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા ખાઈ રહ્યા છે. એટલા માટે જ સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર કાર અને બાઈકની ટેસ્ટમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દિવાળી વેકેશન નજીક આવતા વેઇટીંગ બે મહિના સુધીનું થશે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે.

સુરત શહેર પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરીને વાહન ચલાવતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર કાર અને બાઈકની ટેસ્ટમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે પોલીસ અને આરટીઓ દ્વારા વાહન ચાલકો સામે ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાને લઈને હવે વાહનચાલકો પોલીસ અને આરટીઓના ડરના કારણે લાયસન્સ મેળવવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

મહત્વની વાત કહી શકાય કે અગાઉ ટેસ્ટ ટ્રેક ઉપર સવારે 6 વાગ્યાથી રાત્રે 10:20 વાગ્યા સુધી વાહનોના ટેસ્ટ લેવામાં આવતા હતા પરંતુ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ લેવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે અને એટલા માટે જ હવે સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર કાર અને બાઈકની ટેસ્ટમાં વેઇટિંગ પિરિયડ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ વેટિંગ પિરિયડ દોઢથી બે મહિના જેટલો થઈ જાય તો પણ નવાઈ નહીં.

પોલીસ અને આરટીઓની કડક કાર્યવાહીને લઈને લાઇસન્સ કઢાવવા માટે અરજીઓ બમણી થઈ હોય તેવું લાગી રહ્યું છે. કાચું લાયસન્સ કઢાવવા માટે સુરતમાં એક મહિનાનું વેટિંગ જોવા મળતું હતું અને હવે કાચા લાયસન્સની સાથે-સાથે ટેસ્ટ ટ્રેક ઉપર પણ લોકોની લાઈનો જોવા મળી રહી છે.

તો બીજી તરફ નવેમ્બર મહિનાની શરૂઆતથી દિવાળી વેકેશન શરૂ થઈ જતું હોય છે અને એટલા માટે જે જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં અભ્યાસ અર્થે ગયા છે. તે પણ પોતાના ઘરે આવતા જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે. આવા કિસ્સામાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર વેઇટિંગ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. વેઇટિંગ પિરિયડ વધુ હોવાના કારણે ઘણા અરજદારો નવસારી તેમજ બારડોલીના આરટીઓમાં લાયસન્સ કઢાવતા થયા છે.

આ પણ વાંચો:સુરત/ટેક્સટાઇલ સિટીમાં આ શું?, વેપારી સંગઠનના રજીસ્ટરમાં 2 મહિનામાં 250 છેતરપિંડીના કિસ્સા, 7મા પોલીસ ફરિયાદ 

આ પણ વાંચો:Arvalli news/BJPના MLAની પત્નીને બંધક બનાવી લૂંટ, સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર

આ પણ વાંચો:અંગદાન/એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’