Not Set/ કચ્છ/ ભૂકંપના 19 વર્ષ બાદ, શું હવે તંત્ર ઉતારશે જોખમી ઈમારતો, કે પછી….?

કચ્છમાં ૧૯ વર્ષ પહેલા આવેલા ગોઝારા ભૂકંપે કચ્છ સહીત ગુજરાતના અનેક જિલ્લાએ બાનમાં લીધા હતા. આ ભયાનક ભૂકંપને ૧૯ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં કચ્છ જીલ્લામાં  આવેલી જોખમી ઈમારતો જેમ ની તેમ હાલત છે. અને ગમે ત્યારે મોટી આફત સર્જી શકે તેમ છે. મોતના માચડા સમાન ઉભેલી બહુમાળી ઈમારતોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ […]

Gujarat Others
javahar 1 કચ્છ/ ભૂકંપના 19 વર્ષ બાદ, શું હવે તંત્ર ઉતારશે જોખમી ઈમારતો, કે પછી....?

કચ્છમાં ૧૯ વર્ષ પહેલા આવેલા ગોઝારા ભૂકંપે કચ્છ સહીત ગુજરાતના અનેક જિલ્લાએ બાનમાં લીધા હતા. આ ભયાનક ભૂકંપને ૧૯ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં કચ્છ જીલ્લામાં  આવેલી જોખમી ઈમારતો જેમ ની તેમ હાલત છે. અને ગમે ત્યારે મોટી આફત સર્જી શકે તેમ છે.

મોતના માચડા સમાન ઉભેલી બહુમાળી ઈમારતોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરતા પ્રથમ ખાનગી એજન્સીના ઈજનેરો દ્વારા આવી જોખમી ઈમારતોના સ્ટ્રકચર સર્વે કરવાનો નિર્ણય લેવાતા તંત્ર દ્વારા આદરાયેલી આ કામગીરી અંજામ સુધી પહોંચશે કે ભૂતકાળની જેમ જ માત્ર કામની શરૂઆત જ થશે.

ભૂતકાળમાં જી-૫ કેટેગરીમાં આવેલી જોખમી ઈમારતો તોડી પાડવા માટે અંદજીત ૧૪ જેટલી વાર જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જણાવાયું છે. પરંતુ આ જાહેરનામા માત્ર ઓનપેપર જ રહ્યા છે. તંત્ર દ્વારા કામની જોરશોર થી શરૂઆત કરવામાં આવે છે.  પરંતુ કામ થતા જ નથી.

ત્યારે હાલમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા અતિ જર્જરિત ૧૨ જેટલી ઈમારતોના સ્ટ્રકચરલ સર્વે કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાવમાં આવી હોવાનું કચેરીના સુત્રો જણાવી રહ્યા છે.  નાગરિકોને કહેવા પ્રમાણે આ અગાઉ પણ જોખમી ઈમારતો તોડી પાડવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. પરંતુ કામ થયું નથી.

આ બાબતે કચેરીના સુત્રોના કહ્યા મુજબ આ વખતે જોખમી ઈમારતો અંગે કામગીરી કરવા તંત્ર પધ્ધતિસર રીતે આગળ વધી રહ્યું છે. સ્ટ્રકચરલ સર્વે રીપોર્ટ માટેની વહીવટી પ્રક્રિયા આખરી તબક્કે પહોંચી છે. આ કામગીરી ટૂંક સમયમાં આટોપવાની તાકીદ કરવા સાથે રીપોર્ટના આધારે જર્જરીત ઈમારતોને ઉતારી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન