Banaskantha/ ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં આવેલા ગોસણ ગામમા થોડા દિવસ પહેલા થયેલા રામાપીરના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના મન દુઃખના વિવાદમા સરપંચ અને સરપંચના પરિવાર પર હુમલો કરાયો હતો. પાઇપ અને લાકડી વડે અચાનક હુમલો કરાતા ત્રણ લોકોને

Top Stories Gujarat
Beginners guide to 76 1 ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો

Banaskantha News: બનાસકાંઠાના ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. નવથી વધુ લોકોએ સરપંચના પરિવાર પર હુમલો કરી ત્રણ વાહનોની તોડફોડ કરી હતી. પાઇપ અને લાકડી વડે અચાનક હુમલો કરાતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. બાદમાં સરપંચના પુત્રએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચુસ્તબંદોબસ્ત ગોઠવ્યો છે.

WhatsApp Image 2024 02 25 at 4.29.38 PM ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં આવેલા ગોસણ ગામમા થોડા દિવસ પહેલા થયેલા રામાપીરના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના મન દુઃખના વિવાદમા સરપંચ અને સરપંચના પરિવાર પર હુમલો કરાયો હતો. પાઇપ અને લાકડી વડે અચાનક હુમલો કરાતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. નવ થી વધુ લોકોએ એકસંપ થઇ સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો.

હુમલાખોર શખ્સોએ ત્રણ વાહનમાં તોડફોડ કરી ઘર પર પથ્થરમારો કર્યો હતો. ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગોસણ ગામના સરપંચ તેજાજી ઠાકોરના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગામના જ એક મહિલા સહિત નવ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ભાભર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોસણ ગામમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના