Devbhumi Dwarka/ PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઓખા-બેટ દ્વારકા સુદર્શન સેતુ દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરતા પહેલા બેટ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી અને બાદમાં સ્કુબા ડાઈવિંગ કરવા માટે પંચકુઈ બીચ પર બોટમાં પ્રવેશ કર્યો.

Top Stories Gujarat
Beginners guide to 73 1 PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos

Dwarka News: PM નરેન્દ્ર મોદીએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચકુઈ દરિયા કિનારે અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયા કિનારે સ્કુબા ડાઈવિંગ કર્યું હતું. વડાપ્રધાને દ્વારકાધીશના દર્શન અને પૂજા- અર્ચના કર્યા બાદ સ્કુબા ડાઈવિંગ માટે પંચકુઇ બીચ ખાતે પહોંચ્યા હતા. આ પહેલા ઓખા અને દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીની મુલાકાતના પગલે સુરક્ષા હેતુ અરબ સાગરમાં ભારતીય નૌકાદળ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

WhatsApp Image 2024 02 25 at 1.46.08 PM PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઓખા-બેટ દ્વારકા સુદર્શન સેતુ દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરતા પહેલા બેટ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી અને બાદમાં સ્કુબા ડાઈવિંગ કરવા માટે પંચકુઈ બીચ પર બોટમાં પ્રવેશ કર્યો.

સૂત્રો મુજબ, સ્કૂબા ડાઈવિંગ દરમિયાન PM મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળી શકે છે. આ માટે દ્વારકાના પંચકૂબી બીચ વિસ્તારમાં તૈયારીઓને પણ આખરી ઓપ અપાયો છે. આ ઉપરાંત નેવીના જવાનો દ્વારા સંગત નારાયણ મંદિર નજીક દરિયામાં સતત સ્કુબા ડાઈવ કરવામાં આવી રહી છે. આ સાથે પીએમ મોદી માટે અલાયદુ ટેન્ટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

અગાઉ વડાપ્રધાને 4 જાન્યુઆરીએ લક્ષદ્વીપ ખાતે સ્નોર્કલિંગ કર્યું હતું. પીએમ મોદી આજે દ્વારકા, રાજકોટ અને પોરબંદરને રૂપિયા 48 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના