Not Set/ આયોજક પાકિસ્તાની હોવાથી સલમાન ખાને રદ કરી અમેરિકાની તેની ઇવેન્ટ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અમેરિકાના હ્યુસ્ટનમાં એક લાઇવ પર્ફોર્મન્સ રદ કર્યું છે. સલમાનનો આ નિર્ણય રેહાન સિદ્દીકી નામના વ્યક્તિ દ્વારા યોજાયેલા કાર્યક્રમના પગલે લેવામાં આવ્યો છે. રેહાન પાકિસ્તાની નાગરિક છે અને યુએસમાં ભારત વિરોધી પ્રવૃત્તિને નાણાં આપવાનો આરોપ છે. એક વેબસાઇટ અનુસાર હ્યુસ્ટન સ્થિત રેહાન સિદ્દીકી યુ.એસ. માં સ્ટાર્સના કાર્યક્રમોમાંથી પૈસા એકત્રિત કરીને ભૂતકાળમાં ભારત […]

Uncategorized
Untitled 49 આયોજક પાકિસ્તાની હોવાથી સલમાન ખાને રદ કરી અમેરિકાની તેની ઇવેન્ટ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અમેરિકાના હ્યુસ્ટનમાં એક લાઇવ પર્ફોર્મન્સ રદ કર્યું છે. સલમાનનો આ નિર્ણય રેહાન સિદ્દીકી નામના વ્યક્તિ દ્વારા યોજાયેલા કાર્યક્રમના પગલે લેવામાં આવ્યો છે. રેહાન પાકિસ્તાની નાગરિક છે અને યુએસમાં ભારત વિરોધી પ્રવૃત્તિને નાણાં આપવાનો આરોપ છે.

એક વેબસાઇટ અનુસાર હ્યુસ્ટન સ્થિત રેહાન સિદ્દીકી યુ.એસ. માં સ્ટાર્સના કાર્યક્રમોમાંથી પૈસા એકત્રિત કરીને ભૂતકાળમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે કથિત રીતે સામેલ રહ્યો  છે. સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે કોન્સર્ટનું આયોજન કરી રહ્યો છે અને તે અત્યાર સુધીમાં 400 થી વધુ શો હોસ્ટ કરી ચૂક્યો છે. સૈફ અલી ખાન, મીકા હસિંહ, પંકજ ઉદાસ અને રેપર બાદશાહ પણ સિદ્દીકીના કાર્યક્રમનો ભાગ બની ચુક્યા છે.

અન્ય એક વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે સિદ્દીકીની હાલમાં હ્યુસ્ટનમાં સીએએ વિરોધી દેખાવો યોજવાની યોજના છે.

એવા સમાચાર પણ છે કે ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે ગયા વર્ષે રેહાન દ્વારા આયોજિત એક કોન્સેર્ટ રદ કર્યો હતો. આનું કારણ ભારતીય અધિકારીઓ, ભારતીય સમુદાય અને Federation of Western India Cine Employees (FWICE) સહિત ભારતીય અધિકારીઓને કરવામાં આવેલી ફરિયાદ હતી. એવું પણ કહેવાતું હતું કે રેહાન આઈએસઆઈનો એજન્ટ છે.

ગયા વર્ષે FWICE એ બોલિવૂડ સ્ટાર્સને વિશ્વવ્યાપી પાકિસ્તાની નાગરિકો અને પાકિસ્તાની કલાકારો સાથે સંકળાયેલા કોઈપણ કોન્સર્ટમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી હતી.

સલમાન ખાનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેની પાસે રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ અને કભી ઈદ કભી દિવાલી જેવી ફિલ્મો છે. આ ફિલ્મો ઇદ 2020 અને ઇદ 2021 પર રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.