Not Set/ રાજકોટ મનપા ટેક્સ બાકીદારો વિરુદ્ધ સીલિંગ ઝુંબેશ કરશે : મ્યુ. કમિશ્નર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ-2018થી કાર્પેટ એરિયા બેઈઝ મિલકત વેરા આકારણીની અમલવારી કરવામાં આવી છે અને ત્યારબાદ હજારોની સંખ્યામાં વાંધા અરજીઆે આવતા, આ વર્ષે ઈતિહાસમાં પ્રથમવાર ત્રણ મહિના સુધી મિલકત વેરામાં 10% વળતરની યોજના અમલી રાખવામાં આવી હતી. તા.30 સપ્ટેમ્બરે વેરા વળતર યોજના પૂર્ણ થઈ ગઈ છે અને તા.1 આેકટોબરથી બાકી વેરા પર 18% વ્યાજની ગણતરી શરૂ […]

Top Stories Gujarat Rajkot
thamb123 1500106359 રાજકોટ મનપા ટેક્સ બાકીદારો વિરુદ્ધ સીલિંગ ઝુંબેશ કરશે : મ્યુ. કમિશ્નર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ-2018થી કાર્પેટ એરિયા બેઈઝ મિલકત વેરા આકારણીની અમલવારી કરવામાં આવી છે અને ત્યારબાદ હજારોની સંખ્યામાં વાંધા અરજીઆે આવતા, આ વર્ષે ઈતિહાસમાં પ્રથમવાર ત્રણ મહિના સુધી મિલકત વેરામાં 10% વળતરની યોજના અમલી રાખવામાં આવી હતી.

તા.30 સપ્ટેમ્બરે વેરા વળતર યોજના પૂર્ણ થઈ ગઈ છે અને તા.1 આેકટોબરથી બાકી વેરા પર 18% વ્યાજની ગણતરી શરૂ થઈ ગઈ છે. બાકીદારોને વારંવાર અપીલ છતા વેરો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હોય હવે ચાલુ સપ્તાહથી જ રૂ.10 લાખ કે તેથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારોની મિલ્કતો સીલ કરી દેવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટેકસ બ્રાન્ચને ફરમાન કર્યાનું જાણવા મળે છે.

વધુમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે મિલ્કત વેરાના બાકીદારો સામે સીલીગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને શહેરના ત્રણેય ઝોનમાં પ્રથમ તબકકામાં 50-50 મિલ્કતો મળી કુલ 150 મિલ્કતો સીલ કરવામાં આવશે. રૂ.10 લાખ કે તેથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એકાદ બે દિવસમાં જ ટેકસ બ્રાન્ચ સીલીગ ઝુંબેશ શરૂ કરી દેશે.