Not Set/ શું તમે વૃધ્ધત્વથી દુર રહેવા માંગો છો? જો હા તો આટલું કરો…

અમદાવાદ  મહિલા હોય કે પુરુષ બન્નેને જેમ-જેમ ઉંમર વધતા વૃદ્ધાપણુ આવવા લાગે છે તે નથી ગમતુ હોતું. એવામાં પોતાને આ વૃદ્ધાપણાથી દૂર રાખવા તેમજ યુવાન દેખાવા માટે લોકો અલગ-અલગ રીતના ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ક્રીમ-પાવડર અને સાબુ સિવાય પણ એવી એક રીત છે જેનાથી તમે જુવાન દેખાઈ શકો […]

Health & Fitness Lifestyle
y6y7 શું તમે વૃધ્ધત્વથી દુર રહેવા માંગો છો? જો હા તો આટલું કરો...

અમદાવાદ 

મહિલા હોય કે પુરુષ બન્નેને જેમ-જેમ ઉંમર વધતા વૃદ્ધાપણુ આવવા લાગે છે તે નથી ગમતુ હોતું. એવામાં પોતાને આ વૃદ્ધાપણાથી દૂર રાખવા તેમજ યુવાન દેખાવા માટે લોકો અલગ-અલગ રીતના ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ક્રીમ-પાવડર અને સાબુ સિવાય પણ એવી એક રીત છે જેનાથી તમે જુવાન દેખાઈ શકો છો,

આ માટે તમારે કેવળ ધીરજ રાખવાની જરૂર છે. એક નવા સંશોધનમાં જણાવાયું છે કે, ધીરજ અથવા પેશન ન રાખનાર મહિલાઓ વધુ ઝડપી વૃદ્ધ થઈ જતી હોય છે. જ્યારે ધીરજ રાખનાર મહિલાઓ યુવાવસ્થાને લાંબા સમય સુધી એન્જાય કરી શકે છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સંશોધકોએ જણાવ્યું કે, ધીરજ ન રાખનાર યુવા ચીની મહિલાઓમાં કોશિકા સ્તર પર ઝડપથી વૃદ્ધાપણુ તરફ ધકેલાતા હોવાના લક્ષણો દેખાતા હોય છે.

Image result for Do you want to stay away from old age

સંશોધકોએ જાણ્યું કે, ઉતાવળુપણું રાખનાર યુવા મહિલાઓની કોશિકાઓ ધીરજ રાખનાર યુવા મહિલાઓની કોશિકાઓની સરખામણીએ ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ વળે છે. સંશોધકોએ કોલેજ કરી રહેલ 1158 સ્વસ્થ ચીની મહિલાઓને આ અભ્યાસમાં જોડી. આ દરમિયાન તેમણે આ મહિલાઓને પુછ્યુ કે, તે આગામી દિવસમાં 100 ડોલર ઈચ્છે છે અથવા ત્યારબાદ મોટુ પુરસ્કાર મેળવવા માંગે છે.

Image result for Do you want to stay away from old age

જે મહિલાઓએ જલ્દી સંતુષ્ટિની ઈચ્છા રાખી, તેમને ધીરજ ન રાખનાર મહિલા તરીકે ગણવામાં આવી અને આ જ રીતે સંશોધનના પરિણામ આપવામાં આવ્યા.  જો તમે પણ ઇચ્છો છો કે તમે લાંબા સમય સુધી યુવા દેખાવો તો કંઈ જ નહીં બસ ધીરજ રાખવાનું શીખી લો.

Related image