મહિલા/ જીવનના દરેક પડાવને જુદી નજરથી નિહાળે છે મહિલાઓ

જીવનના દરેક પડાવને અલગ રીતે નિહાળે છે મહિલા

Lifestyle
woman 1 જીવનના દરેક પડાવને જુદી નજરથી નિહાળે છે મહિલાઓ

લગ્ન થયા અને બાળકો આવ્યા પછી, મોટાભાગની મહિલાઓ કારર્કીદીને અલવિદા કહે છે. એવી વાતો આપણે ઘણીવાર સાંભળી છે. જ્યારે એવી મહિલાઓ પણ જોવા મળે છે, જે ઘર પરિવાર, બાળકોની જવાબદારી બધુ જ એકસાથે લઇને ચાલે છે. પરંતુ હવે આપણા દેશ સહિત વિદેશના વિકસીત દેશોમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસુ અને સારા હોદ્દા પર જોબ કરતી યુવતિ માતા બન્યા પછી પોતાની ઇચ્છાથી જોબને અલવિદા કહીને બાળકો અને પરીવારની જવાબદારી સ્વીકારે છે.
અનાયા સાત વર્ષની દિકરી છે. દોડતી તેની માતા પાસે આવે છે અને પુછે છે મમા આ ક્વેસચનનો આન્સર મને નથી આવડતો તમે કહોને, નિતાલીએ દિકરીને ઇંગ્લીશનો આન્સર કરાવ્યો અને મેથ્સનું હોમવર્ક પણ કરાવ્યુ. જો આ જ રીતે દાયકા બે દાયકા પહેલા નિતાલીની દિકરીએ આ સવાલ કર્યો હોત તો ચોક્કસથી તેને જવાબ મળ્યો હોત કે તારા પપ્પાને આવવા દે તે બધુ કરાવશે, મને નથી આવડતુ. પરંતુ આજનો સમય જુદો છે. આજની યુવતિઓ લગ્ન પછી પણ બેવડી જવાબદારી નિભાવે છે. ડોક્ટર, એન્જિનિયર, સીએ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતી યુવતિ જ્યારે લગ્ન કરી અન્ય પરીવારમાં જાય છે. ત્યારે ત્યાંની નાણાકીય વ્યવસ્થા જોવાની સાથે વડીલોથી લઇને બાળકોના સ્વાસ્થયની દેખરેખ રાખવાની જવાબદારી પણ પોતાના ખભે લઇ લે છે. જીવનના દરેક પડાવને અલગ-અલગ નજરથી જોવાની તેમની ક્ષમતા સૌથી જુદી છે.
પહેલા એવુ બનતુ હતુ કે મહિલાઓ પોતાનું કાર્યક્ષેત્ર મજબુરીના કારણે છોડતી હતી. પરંતુ હવે નવા ટ્રેન્ડ પ્રમાણે ઉચ્ચ શીક્ષિત મહિલાઓ બાળકોની જવાબદારી માટે પોતાની ખુશીથી ગૃહિણી બનવાનો વિકલ્પ પસંદ કરે છે. પતિ-પત્નિ બન્ને ઉચ્ચ હોદ્દા પર સેટ થયા હોય ત્યારે પત્નિ પોતાના પદને છોડીને ઘર સંભાળવાની જવાબદારી સંભાળે છે.
દાયકા પહેલા થયેલી જનગણના પ્રમાણે 19.6 મિલિયન મહિલાઓ નોકરી છોડીને ગૃહિણી બની છે. અશોકા યૂનિવર્સિટીના જેનપેક્ટ સેન્ટર ફોર વુમન લીડરશીપ પ્રિડિકોમેંટ ઓફ રિટર્નિંગ મધર્સ રિર્પોટમાં રજૂ કરવામાં આવ્યુ હતુ કે 27 ટકા મહિલાઓ જ માતા બન્યા પછી પોતાની જોબને ચાલુ રાખી શકે છે. જ્યારે દેશમાં લગભગ 50 ટકા મહિલાઓ માતા બન્યા પછી 30 વર્ષની ઉંમરમાં જોબ છોડી દે છે.