Earthquake/ ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા

ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા
સુરત અને ભરૂચમાં અનુભવાયા આંચકા
સુરતમાં અનેક લોકો ઘરની બહાર દોડી ગયા

Gujarat
bhayali 8 ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા

ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા
સુરત અને ભરૂચમાં અનુભવાયા આંચકા
સુરતમાં અનેક લોકો ઘરની બહાર દોડી ગયા
રાજ્યના અનેક ભાગોમાં અનુભવાયા આંચકા

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચ પાસે નીકળ્યું.

તીવ્રતા ૪.૨ નોંધાઇ

દક્ષીણ ગુજરાતમાં ધરા ધ્રુજી છે. સુરત સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ૩.૩૯ મીનીટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વલસાડ, ભરૂચ, માંગરોળ, બારડોલી, ઓલપાડ સહિત તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ બે થી ત્રણ સેકંડ સુધી આંચકાનો અનુભવ કર્યો હતો. આચંકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ભૂકંપ નું કેન્દ્ર બિંદુ ભરૂચ પાસે હોવાનું અને તીવ્રતા ૪.૨ ની હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં આંણદ શહેરમાં પણ કેટલાક વિસ્તાર માં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. આંચકા અનુભવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક  વિસ્તારમાં પણ ભુંકપ આયાની વાતો થઇ રહી છે.

પંચમહાલ :

ગોધરા , હાલોલ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં  ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  હાલોલ નગરમાં ૩:૪૨ મીનીટે ૩ સેકન્ડ માટે ભૂકંપ નો આંચકો અનુભવાયો. ગોધરા શહેરમાં આવેલ ઇન્કમટેક્સ ઑફિસના કર્મચારી સહીત નગરજનો બહાર દોડી આવ્યા હતા. સમગ્ર પંચમહાલ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો.