Not Set/ અમદાવાદ : 19 વર્ષીય યુવકે 34 વર્ષીય પ્રેમીકાને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે કારણ

એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે. તે કોઈની ઉંમર જોતો નથી. તે માત્ર થઇ જાય છે. જ્યારે આવો પ્રેમ મર્યાદાથી આગળ વધી જાય છે, ત્યારે તે કઇપણ કરી શકે છે. આવું જ કઈક ગુજરાતનાં એક કિશોર સાથે થયુ હતુ. જે માત્ર 15 વર્ષની ઉંમરે 30 વર્ષીય મહિલાને પ્રેમ કરવા લાગ્યો. બંનેનો પ્રેમ […]

Ahmedabad Gujarat
368881 police raid mumbai rna અમદાવાદ : 19 વર્ષીય યુવકે 34 વર્ષીય પ્રેમીકાને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે કારણ

એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે. તે કોઈની ઉંમર જોતો નથી. તે માત્ર થઇ જાય છે. જ્યારે આવો પ્રેમ મર્યાદાથી આગળ વધી જાય છે, ત્યારે તે કઇપણ કરી શકે છે. આવું જ કઈક ગુજરાતનાં એક કિશોર સાથે થયુ હતુ. જે માત્ર 15 વર્ષની ઉંમરે 30 વર્ષીય મહિલાને પ્રેમ કરવા લાગ્યો. બંનેનો પ્રેમ 4 વર્ષથી ચાલતો હતો. જ્યારે તે કિશોર 19 વર્ષનો થયો, ત્યારે તેણે મહિલા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. બસ, અહીથી જ આ વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે.

ગુજરાતનાં અમદાવાદ શહેરમાં રહેતી આ મહિલાએ 2016 માં પતિથી છૂટાછેડા લીધા હતા. હવે તે તેના 13 વર્ષનાં પુત્ર સાથે રહેતી હતી. અચાનક 4 વર્ષ પહેલાં, એક 15 વર્ષિય કિશોર તેના જીવનમાં આવ્યો. તેને પણ ખબર ન પડી કે તે ક્યારે પોતાના દિકરાની ઉંમરનાં છોકરા સાથે પ્રેમમાં પડી ગઇ. બંનેનો આ પ્રેમ દિવસો જતા વધુ થવા લાગ્યો. 4 વર્ષ સુધી બધુ જ બરાબર ચાલી રહ્યુ હતુ. હવે તે કિશોર યુવાન બની ગયો છે. તે 19 વર્ષનો થયો. તે સમય હવે આવી ગયો હતો, જ્યારે યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું પોતાનું સપનું પૂરું કરવા માંગતો હતો. તેણે તેની ઉંમરથી 15 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની વાત કરી. તેણે તે મહિલાને દરરોજ લગ્ન માટે કહેવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક શું થયુ કે તે યુવકથી દૂરી બનાવવા લાગી. તેણે લગ્નનાં પ્રસ્તાવ પર કોઇ જવાબ આપ્યો નહી.

ભાવનગરનાં 19 વર્ષીય યુવકે તેની પ્રેમિકા પર ખૂબ દબાણ મૂકવાનું શરૂ કર્યું ત્યારે તેણે તે યુવકનાં માતા-પિતાને મળવાની વાત કરી. પરંતુ તે આ સાથે સહમત ન હતો. મહિલાએ અનેકવાર તેના પરિવારને મળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરેક વખતે યુવકે તેને અટકાવી. સમય એવો પણ આવ્યો કે તે યુવકે તેની પ્રેમિકાને ધમકી આપવાનું શરૂ કરી દીધું કે, જો તેણી તેની સાથે લગ્ન નહી કરે તો તે તેને ઉપાડી લેશે. તેને મારી નાખશે. આ દરમિયાન, મહિલા પુત્ર સાથે તેના પિયર ચાલી ગઈ હતી. ત્યાં પણ પાગલ પ્રેમીએ તેનો પીછો છોડ્યો નહી. તેણે મહિલાને ફોન કર્યો અને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તે તેની પાસે નહી જાય તો તે તેને ત્યાંથી ઉપાડી લેશે.

તેના પ્રેમીની ધમકીઓથી પરેશાન થઇને મહિલાએ હવે પોલીસ પાસે જવાનું નક્કી કર્યુ. તે વસ્ત્રાપુર પોલીસ થાને પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરતાં તે યુવક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લેતા તે યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી યુવકનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. જેમાં તે મહિલાનાં ઘણા વીડિયો પણ મળી આવ્યા હતા. પોલીસ વીડિયોની તપાસ કરી રહી છે. જો કે બાદમાં આ યુવકને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.