GST કલેકશનને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. GST કલેકશન ઐતિહાસિક માઈલ સ્ટોનના આંકડાને પાર કરી ગયું છે. રિપોર્ટ મુજબ GST કલેકશને 2.10 લાખ કરોડ પાર થયું છે. સૌથી વધારે એપ્રિલ મહિનામાં GST કલેકશન નોંધાયું. આ આંકડા 12.4 ટકાની નોંધપાત્ર વર્ષ-દર વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડા દર્શાવે છે કે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત લેવડદેવ અને આયાતમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. લેવડદેવડમાં 13.4 ટકા અને આયાતમાં 8.3 ટકાની વૃદ્ધિ જોવા મળી.
સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રિફંડ માટે એકાઉન્ટિંગ કર્યા બાદ એપ્રિલ 2024માં ચોખ્ખી GST આવક રૂ. 1.92 લાખ કરોડ છે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 17.1ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
એપ્રિલ GST કલેકશન પર નજર કરીએ તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)રૂ.43,846 કરોડ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)રૂ.53,538 કરોડ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) રૂ.99,623 કરોડ અને આયાતી માલ પર એકત્રિત રૂ.37,826 કરોડનો સમાવેશ થાય છે. અને સેસઃ રૂ13,260 કરોડ અને આયાતી માલ પર એકત્રિત રૂ.1008 કરોડનો સમાવેશ થાય છે.
એપ્રિલ, 2024ના મહિનામાં, કેન્દ્ર સરકારે એકત્રિત કરેલ IGSTમાંથી CGSTને ₹50,307 કરોડ અને SGSTને ₹41,600 કરોડનું સેટલમેન્ટ કર્યું. આ નિયમિત સેટલમેન્ટ પછી એપ્રિલ, 2024 માટે CGST માટે ₹94,153 કરોડ અને SGST માટે ₹95,138 કરોડની કુલ રેવન્યુ છે.
GST કલેકશનમાં સૌથી વધુ વૃદ્ધિ આ રાજ્યોમાં જોવા મળી. હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ અને લદાખનો સમાવેશ થાય છે. જ્યાં સરેરાશ 11થી વધુ ટકાની વૃદ્ધિમાં કલેકશન નોંધાયુ છે. ગત વર્ષના નવેમ્બર મહિનામાં જાહેર કરાયેલ GST કલેકશન આંકડા મુજબ 1.68 લાખ કરોડ રૂપિયા થયું હતું. જે તેના અગાઉના વર્ષની સરખામણીમાં 15 ટકા વધુ છે. જ્યારે આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌથી વધુ GST કલેકશન નોંધાયું છે. કહી શકાય કે અંદાજે GST કલેકશનમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?
આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી