forest fire/ ઉત્તરાખંડનાં જંગલમાં ફાટી નીકળ્યું દાવાનળ, 24 કલાકમાં 47 આગના બનાવો

જેમાં કુલ 53 હેક્ટર જંગલ વિસ્તારને નુકસાન થયું હતું. આગના અત્યાર સુધીના કુલ……………

Top Stories India
Image 2024 04 24T102801.160 ઉત્તરાખંડનાં જંગલમાં ફાટી નીકળ્યું દાવાનળ, 24 કલાકમાં 47 આગના બનાવો

Uttarakhand news: ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ હજુ ઓલવાઈ નથી. ગઈકાલે ઉત્તરાખંડમાં 24 કલાકમાં આગની 47 નવી ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 53 હેક્ટર જંગલ વિસ્તારને નુકસાન થયું હતું. આગના અત્યાર સુધીના કુલ 478 બનાવોમાં 571 હેક્ટર જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયું છે, જેના કારણે લાખો રૂપિયાની વનસંપત્તિનું નુકસાન થયું છે.

ન્યુ ટિહરી, રાનીખેત, અલ્મોડા, બાગેશ્વર, પિથોરાગઢ, ચંપાવત, નરેન્દ્રનગર, ઉત્તરકાશી, તેરાઈ ઈસ્ટ, લેન્સડાઉન, હલ્દવાની, રામનગર, રુદ્રપ્રયાગ, કેદારનાથ ફોરેસ્ટ ડિવિઝન અને રાજાજી ટાઈગર રિઝર્વ અને નંદા દેવી નેશનલ પાર્કમાં જંગલમાં આગની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આગને ઓલવવા માટે વન વિભાગ જહેમત ઉઠાવી રહ્યું છે.

તમામ પ્રયાસો છતાં જંગલમાં આગની વધતી ઘટનાઓ એક પડકાર બની ગઈ છે. વન વિભાગ દ્વારા હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જંગલમાં લાગેલી આગ વિશે માહિતી આપવા માટે નંબર પણ જારી કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારાણસીમાં મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:જજોની નિવૃત્તિ વય ત્રણ વર્ષ વધારવી જોઈએ, બાર એસો.ના પ્રમુખે સુપ્રિમ કોર્ટને પત્ર લખ્યો

આ પણ વાંચો:છત્તીસગઢમાં PM મોદી ચૂંટણી પ્રચાર કરશે, કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો