જુનાગઢ/ નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો, આટલા કરોડની આચરી છેતરપિંડી

જુનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધારાસભ્યનો નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો છે.

Top Stories Gujarat Others
નકલી DYSP
  • જુનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો
  • નકલી પી એ બાદ નકલી ડીવાયએસપીની ધરપકડ
  • વિનીત દવે નામના શખ્સની ધરપકડ કરાઇ
  • પોલીસના નકલી આઈડી સાથે રોફ જમાવતો હતો
  • અંદાજિત રૂપિયા 2.11 કરોડની આચરી છે છેતરપિંડી

@અમાર બખાઈ 

Junagadh News: રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે. નકલી આઇએએસ અને આઇપીએસ અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી કચેરી, નકલી સિરપના સમાચારો તમે વાંચી લીધા છે પણ આજે અમે નવો પર્દાફાશ કરવા જઇ રહ્યા છે. જુનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધારાસભ્યનો નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો છે. વિનીત બંસીલાલ દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નકલી ID સાથે રોફ જમાવતો હતો એટલું જ નહીં તેણે અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી આચરી છે. પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને છેતર્યા હોવાનું સામે જાણવામાં આવ્યું છે.જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ચાલુ કોન્સ્ટેબલની નોકરી કરતા બે કર્મચારીના આઈકાર્ડ પણ મળ્યા છે. પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો.મળતી માહિતી અનુસાર,  આ નકલી DYSP અમદાવાદના મણીનગરમાં આવેલ ઉત્તમનગર ગાર્ડન પાસેનો રહેવાસી છે.

જૂનાગઢમાં પશુપાલન મંત્રીના બોગસ પી.એ. બાદ હવે નકલી DYSP ઝડપાયો છે, આ મામલે લોકલ ક્રાઈમ બ્રાંચે શહેરના વિનિત બંસીલાલ દવે ઉ.37 નામના ઇસમ સામે પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાવ્યો છે. વિનીત દવે કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. અને તેણે પોલીસકર્મીના ઓળખકાર્ડમાં પોલીસકર્મીના ફોટા ઉપર પોતાનો ફોટો લગાવીને નકલી ડીવાયએસપી અને પોલીસકર્મી હોવાની ઓળખ આપીને અત્યાર સુધીમાં 17 જેટલા લોકોને પોલીસ ખાતામાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને આશરે 2.11 કરોડ જેવી માતબર રકમ ખંખેરી લઈને વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે, હાલ તો પોલીસે નકલી ડીવાયએસપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

અગાઉ,જૂનાગઢમાં ધારાસભ્યનો નકલી PA ઝડપાયો હતો. મંત્રી પરસોતમ સોલંકીના નામે રોફ જમાવતો હતો. ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવતો હતો. તેમાં 53 વર્ષીય આધેડની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. કારમાં MLA GUJARAT લખી રોફ જમાવતો હતો. મેંદરડાના રાજેશ જાદવની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે અંગત મદદનીશ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા છે. જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવી લોકોને ફસાવતો હતો. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી હતી.


whatsapp ad White Font big size 2 4 નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો, આટલા કરોડની આચરી છેતરપિંડી


આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ