Not Set/ CAA-NRC વિરુદ્ધ મુંબઈથી યશવંત સિંહાએ કરી ‘ગાંધી શાંતિ યાત્રા’ ની શરૂઆત

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) વિરુદ્ધ ગુરુવારથી ‘ગાંધી શાંતિ યાત્રા’ શરૂ કરશે. તેમની યાત્રા મુંબઇનાં ગેટ વે ઓફ ઈન્ડિયાથી શરૂ થશે અને કેટલાંક રાજ્યો થઈને દિલ્હીમાં સમાપ્ત થશે. આ દરમિયાન સરકારને સંસદમાં જાહેરાત કરવાની માંગ કરવામાં આવશે કે એનઆરસી નહીં આવે. આ યાત્રા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, […]

Top Stories India
Yashwant Sinha CAA-NRC વિરુદ્ધ મુંબઈથી યશવંત સિંહાએ કરી 'ગાંધી શાંતિ યાત્રા' ની શરૂઆત

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) વિરુદ્ધ ગુરુવારથી ‘ગાંધી શાંતિ યાત્રા’ શરૂ કરશે. તેમની યાત્રા મુંબઇનાં ગેટ વે ઓફ ઈન્ડિયાથી શરૂ થશે અને કેટલાંક રાજ્યો થઈને દિલ્હીમાં સમાપ્ત થશે. આ દરમિયાન સરકારને સંસદમાં જાહેરાત કરવાની માંગ કરવામાં આવશે કે એનઆરસી નહીં આવે.

આ યાત્રા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી 30 જાન્યુઆરીએ (જે દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી) દિલ્હીનાં રાજઘાટ પર સમાપ્ત થશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નાં વડા શરદ પવાર દક્ષિણ મુંબઈનાં ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે યાત્રાને રવાના કરશે. યશવંત સિંહાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ યાત્રામાં અનેક સંસ્થાઓ જોડાશે. આ સંગઠનોમાં તે લોકોનો પણ સમાવેશ થશે જેઓ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે.

યશવંત સિંહાનાં જણાવ્યાં મુજબ આ મુલાકાતનાં ત્રણ ઉદ્દેશ્ય છે, પ્રથમ સીએએને રદ્દ કરવું, બીજું દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પર “સરકાર દ્વારા પ્રાયોજિત હિંસા” જેવા કેસોની ન્યાયિક તપાસ, અને ત્રીજી સરકારે સંસદમાં જાહેર કરે કે તે એનઆરસી નહીં લાવે. સિંહા સાથે મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા અને કોંગ્રેસનાં નેતા આશીષ દેશમુખ પણ હાજર રહેશે.

યશવંત સિંહાએ કહ્યું કે, આ મુલાકાતમાં દેશની આર્થિક પરિસ્થિતિને લગતા પ્રશ્નો પણ ઉભા થશે. તેમણે કહ્યું, ‘દેરક ચીજો ખલેલ પહોંચાડે તેવી છે. શિક્ષણમાં સમસ્યા છે, અર્થતંત્ર પણ સારું નથી. તેથી અમે દેશમાં શાંતિ લાવવા પ્રવાસ કરીશું. ‘ તેમણે કહ્યું, ‘અમે ખરેખર નકારાત્મક ગ્રોથ જોઈ રહ્યા છીએ, જેનો અર્થ મંદી છે. આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને બજેટ તેનું મહત્વ ગુમાવી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.