ગુજરાત/ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં 1.10 લાખ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં કોરોનાથી 24 લોકોના મોત થાય છે.

Top Stories Gujarat
ઋષિકેશ પટેલે મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ કોરોનાના ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે આજરોજ ગુરુવારે 30 ડિસેમ્બરના રોજ માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  રાજ્યમાં 1.10 લાખ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં કોરોનાથી 24 લોકોના મોત થાય છે.  તો સૌથી મહત્વપૂર્ણ કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનને લઈ તેમણે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી છે.  તો ગુજરાતમાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો છે.

રાત્રિ કરફ્યૂ

તો રાજ્યમાં હાલમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે. જેને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું  કે, 8 મહાનગરો રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો છે. 7 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂમાં સમય વધારો કરવામાં આવ્યો છે. રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો સમય વધારાયો છે. 31 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂ 11 થી સવારે 5.00 વાગ્યા સુધી હતો.

ઓમિક્રોનના દર્દીઓ મુદ્દે નિવેદન

તો વધુમાં રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 55 દર્દીઓમાં કોઈપણ લક્ષણો  જોવા મળ્યા નથી.

વેકસીનેશન

તો વધુમાં રાજ્ય માં 18 વર્ષ થી ઉપર ની વય ના 4,93,20,903 લાભાર્થીઓ ને વેકસીન ના 2 ડોઝ આપવાના બાકી છે. સમગ્ર રાજ્યમાં 29/12/2021 સુધી માં 4,68,06,170 (94.9%) ને પ્રથમ ડોઝ તથા 4, 22,21,731 ને બીજો ડોઝ એમ કુલ 8.90 કરોડ લોકોને આપવામાં આવ્યા છે. પ્રતિ 10 લાખ બે ડોઝ ના લાભાર્થી એ 9,02,746 રસી ના ડોઝ આપવામાં આવ્યા છે.

બાળકોમાં રસીકરણ

3 જાન્યુ.2022 થી 15-18 વર્ષની વયના બાળકોને રસી મુકવામાં આવશે. રાજ્ય માં 35 લાખ થી વધુ બાળકોને રસી મુકવામાં આવશે. શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વયના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.  7/1/2022 ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળા અને સંસ્થા ખાતે મેગા ડ્રાઈવ કરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. શાળાએ ના જતા બાળકો માટે 8 અને 9 જાન્યુ.ના રોજ અનુકૂળ સમયે અલગ કાર્યક્રમ રાખવામાં આવશે.  આ માટે કોવિડ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.1 જાન્યુ 2022 થી અને ઓફલાઇન રજિસ્ટ્રેશન 3 જાન્યુ.થી શરૂ થશે.

બુસ્ટર ડોઝ 

વધુમાં, આગામી તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૨થી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ ‘રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ. આ જુથમાં ૬,૨૪,૦૯૨ હેલ્થ કેર વર્કર, ૧૩,૪૪,૫૩૩ ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત ૧૪,૨૪,૬૦૦ સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ ૩૩ લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.

જે લાભાર્થીને કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધા બાદ ૯ મહિના (૩૯ અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોંવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMડથી પણ જાણ કરવામાં આવશે.

સરકારી કચેરીમાં પ્રવેશ નહીં. 

સરકારી કચેરીમાં પ્રવેશ મુદ્દે નિવેદન આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વેક્સિનના બે ડોઝ વગર પ્રવેશ નહીં આપવામાં આવે. સરકારી ઓફિસોમાં રસીના બે ડોઝ વિના કોઈને પણ એન્ટ્રી નહી આપવામાં આવે.

હવામાન વિભાગ / માવઠાની અસર: રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો

ગુજરાત / કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?

Omicrone / ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…