Not Set/ બજેટ 2020/ PM મોદી આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે કરશે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી મોદી આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સાથે બેઠક કરશે. આગામી સામાન્ય બજેટ 2020-21 ને જોતા બેઠકમાં અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ પર ગંભીર ચર્ચા થવાની આશા છે. સૂત્રોનું માનવામાં આવે તો પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થા, જીડીપી ગ્રોથ રેટ અને હાલની આર્થિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે મોદી સરકાર નાણાકીય […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaamay 3 બજેટ 2020/ PM મોદી આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે કરશે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી મોદી આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સાથે બેઠક કરશે. આગામી સામાન્ય બજેટ 2020-21 ને જોતા બેઠકમાં અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ પર ગંભીર ચર્ચા થવાની આશા છે. સૂત્રોનું માનવામાં આવે તો પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થા, જીડીપી ગ્રોથ રેટ અને હાલની આર્થિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે.

આપને જણાવી દઈએ કે મોદી સરકાર નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ દરખાસ્તની તૈયારીમાં વ્યસ્ત છે, તેથી આ બેઠક મહત્વપૂર્ણ છે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ રજૂ થવાનું છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે.

સામાન્ય બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદીની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા અને મંદી અટકાવવા અનેક પગલાં લીધાં હતાં. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી લઈને આરબીઆઈને નાણાકીય પેકેજોની પણ સરકારે ઓફર કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર બજેટમાં મંદી સાથે કામ કરવા માટે આગળનાં પગલાં લઈ શકે છે.

બીજું બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ પોતાનું બીજું સામાન્ય બજેટ રજૂ કરશે, જેમાં દેશના આર્થિક વિકાસને પાટા પર લાવવા પડકાર હશે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વિકાસ દર ઘટી 4.5 ટકા પર આવી ગયો છે, જે છ વર્ષના નીચા સ્તરે છે. સપ્ટેમ્બર 2019 માં, મોદી સરકારે સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો સહિત કેટલાક અન્ય પગલાંની જાહેરાત કરી. નિષ્ણાતો માને છે કે ઉપભોક્તાઓની માંગમાં થતી ખામીને સીધી રીતે દૂર કરવામાં કોઈ પણ પગલાં નિષ્ફળ ગયા. અર્થતંત્રને પાટા પર લાવવા માટે ગ્રાહકોની માંગમાં વધારો કરવો તે મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.