Surat/ સુરત: અઠવા ગેટ નજીક યુવાનની જાહેરમાં હત્યા, અજાણ્યા શખ્સોઓએ ઝીંક્યા ચપ્પુના ઘા

સુરતમાં યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી. આ ઘટના સુરતના અઠવા ગેટ વિસ્તારમાં બનવા પામી. અઠવા ગેટ નજીક અજાણ્યા શખ્સોઓએ ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી.

Top Stories Surat
YouTube Thumbnail 80 1 સુરત: અઠવા ગેટ નજીક યુવાનની જાહેરમાં હત્યા, અજાણ્યા શખ્સોઓએ ઝીંક્યા ચપ્પુના ઘા

@ દિવ્યેશ પરમાર

સુરતમાં યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી. આ ઘટના સુરતના અઠવા ગેટ વિસ્તારમાં બનવા પામી. અઠવા ગેટ નજીક અજાણ્યા શખ્સોઓએ ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી. જાહેરમાં યુવાનની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે  ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક યુવાનનું નામ પીન્ટુ નવસારી વાલા હોવાનું સામે  આવ્યું હતું.. પીન્ટુ અઠવાગેટ વિસ્તારમાંથી પસાર થતો હતો એ દરમિયાન અજાણ્યા ઇસમો ત્યાં આવી ચડ્યા હતા અને પીન્ટુને છ જેટલા તીક્ષ્ણ હથિયાર ના ઘા જીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પીન્ટુનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી હત્યારાઓ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

સુરત શહેર આજે ફરી ગુનાહિત પ્રવૃત્તિને લઈને સમાચારોમાં જોવા મળે છે. શહેરમાં હત્યા અને ગુનાઓની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતમાં હવે ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. સુરત સીટી ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધતું હોય તે પ્રકારના અનેક ગુનાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરતને કલંકિત કરતા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બાળક પર દુષ્કર્મ, આપઘાત અને જુગારધામ પકડાયાના ગુનાઓ બનવાની ઘટના બની હતી. ત્યારે આજે ફરી એક વખત સુરત રક્તરંજીત બન્યું છે.સુરતના અઠવાગેટ વિસ્તારમાં યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી ઘટનાને પગલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ