Not Set/ શિકાર કરવા આવી બિલાડી, તો આ રીતે મરવાની એક્ટિંગ કરવા માંડી ચકલી, જુઓ આ વિડિયો

એપ્રિલ ફૂલ પર એક ચકલી અને બિલાડીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો. એક ચકલીએ મનોરંજક રીતે બિલાડીને એપ્રિલ ફૂલ બનાવી છે.

Trending Videos
A 6 શિકાર કરવા આવી બિલાડી, તો આ રીતે મરવાની એક્ટિંગ કરવા માંડી ચકલી, જુઓ આ વિડિયો

એપ્રિલ ફૂલ પર એક ચકલી અને બિલાડીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો. એક ચકલીએ મનોરંજક રીતે બિલાડીને એપ્રિલ ફૂલ બનાવી છે. બિલાડી શિકાર માટે ચકલી પાસે આવી અને ચકલીએ એવી રીતે મરવાની એક્ટિંગ કરી કે જોઈએ તમે પણ કશે વાહ….

જણાવીએ કે, ભારતીય વન અધિકારી સુશાંત નંદા દ્વારા આ રમૂજી વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ચકલી જમીન પર દેખાતાની સાથે જ બિલાડી શિકાર માટે નજીક આવે છે. બિલાડીને નજીક આવતાં જોઈ, ચકલી મરવાની એક્ટિંગ  કરવાનું શરૂ કરે છે. બિલાડી તેને હલાવે છે અને નજીકમાં બેસે છે. જેવી બિલાડીને નઝર ચકલી પરથી હતે છે, તવી તરત જ ચકલી દૂર ઉડી જાય છે. બિલાડી ભાગીને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં સુધી તે ઉપર ઉડી ગઈ હોય છે.

વીડિયો શેર કરતી વખતે આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું, ‘એપ્રિલ ફૂલ.’

જુઓ આ મજેદાર વીડિયો…

સુશાંત નંદાના આ વીડિયોને  થોડી મિનિટો પહેલા 1 એપ્રિલના રોજ શેર કર્યો છે, જેને અત્યાર સુધી 500 થી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત, 200 થી વધુ લાઈક્સ અને 50 થી વધુ રી-ટ્વીટ્સ કરવામાં આવ્યો  છે. કોમેંટ્સ બોક્સમાં લોકોએ મનોરંજક પ્રતિક્રિયાઓ આપી છે.

https://twitter.com/i_am_nishad14/status/1377502452463718402?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1377502452463718402%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fapril-fool-2021-cat-try-to-attack-bird-acting-like-dead-then-flew-away-in-seconds-see-viral-video-2403697