Pakistan/ આતંકી હાફિઝ સઇદના નજીકના ફારૂકની હત્યા, જાહેરમાં ગોળીઓ ધરબી દીધી

ધોળા દિવસે ફારૂકની હત્યાથી હાફિઝ સઇદ ભયના માહોલ

World Trending Videos

કરાચીઃ પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઇદના નજીકના મનાતા મુફ્તી કૈસર ફારૂકની હત્યા કરવામાં આવી હતી. અજ્ઞાત હથિયારધારીઓએ જાહેરમાં ધડાધડ ગોળી ધરબી હત્યા કરી નાખી છે. ધોળા દિવસે ફારૂકની હત્યાથી હાફિઝ સઇદ ભયના માહોલ છે.

ભારતના મોસ્ટ વોન્ટેડ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબના સંસ્થાપકમાંથી એક હાફિઝ સઇદના નજીકના મનાતા કૈસર ફારૂકની કરાચીમાં અજ્ઞાત હથિયારધારીઓએ ગોળી મારી હત્યા કરી નાખી છે. આ ઘટનાથી કરાચી શહેરમાં અફરા તફરી મચી ગઇ છે. ફારૂકની હત્યાની જવાબદારી હજુ સુધી એક પણ સંગઠન કે એજન્સીએ લીધી નથી.

આ પહેલા પેશાવર શહેરમાંથી હાફિઝ સઇદના પુત્ર તલ્હા સઇદનું કિડનેપ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પેશાવરમાં ધોળા દિવસે કેટલાક લોકો કારમાં આવી તલ્હાને ઉપાડીને લઇ ગયા હતા. તલ્હાને શોધવા પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ ભારે મહેનત કરી હતી.

જણાવી દઇએ કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર એક પછી એક સ્ટ્રાઇક થઇ રહી છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હાના અપહરણથી આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં કેટલાક લોકોનું માનવું છે કે હવે હાફિઝ સઇદનો વારો આવી શકે છે. આ વાતને લઇ હાફિઝ સઇદ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે.