Not Set/ #MeToo : એવું તો શું થયું છે કે કંપનીઓ દ્વારા પણ લેવામાં આવી રહ્યો આ ખાસ ઇન્શ્યોરન્સ, વાંચો.

મુંબઈ, દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી #MeToo કેમ્પેઈનને લઈ સુનામી આવ્યો હોય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. આ અભિયાન હેઠળ બોલીવુડના કલાકરો, ક્રિકેટર તેમજ મોદી સરકારના મંત્રીનું નામ પણ સામે આવી ચુક્યું છે, ત્યારે આ વચ્ચે કેટલીક કંપનીઓને દ્વારા એક ખાસ ઇન્શ્યોરન્સ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. માત્ર ગ્લોબલ કંપનીઓ જ નહી પણ નાની […]

Trending Business

મુંબઈ,

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી #MeToo કેમ્પેઈનને લઈ સુનામી આવ્યો હોય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. આ અભિયાન હેઠળ બોલીવુડના કલાકરો, ક્રિકેટર તેમજ મોદી સરકારના મંત્રીનું નામ પણ સામે આવી ચુક્યું છે, ત્યારે આ વચ્ચે કેટલીક કંપનીઓને દ્વારા એક ખાસ ઇન્શ્યોરન્સ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

માત્ર ગ્લોબલ કંપનીઓ જ નહી પણ નાની કંપનીઓ દ્વારા પણ હવે એમ્પ્લોઈમેન્ટ પ્રેક્ટિસેજ લાઈબિલિટી કવરની જરૂરત પડી રહી છે.

એન્પ્લોઈમેન્ટ પ્રેક્ટિસેજ લાઈબિલિટી કવર હેઠળ કર્મચારીઓ દ્વારા લિંગ,ઉંમર તેમજ અપંગ સહિતના આધાર પર ખોટી રીતે નોકરીમાંથી બહાર કાઢવા અંગે તેમજ ઉત્પીડનનો આરોપ લગાવવા બાબતે સુરક્ષા મળે છે.

બજાજ અલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સના એમડીના જણાવ્યા મુજબ, “ઘણી કંપનીઓ ડાયરેક્ટર એન્ડ ઓફિસર્સ (D&O)નું કવે લેતી નથી, કારણ કે તેઓને લાગતું હોય છે કે, ભારતમાં તેઓ પર આ પ્રકારના મામલાઓ થવાના નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કે હવે આ પ્રકારના વધુમાં વધુ મામલાઓ સામે આવી રહ્યા છે, ત્યારે કંપનીઓ તેમજ સ્વતંત્ર ડાયરેક્ટર આ પ્રકારના ઇન્શ્યોરન્સ પર ભરોષો જતાવી રહ્યા છે.

(D&O) પોલીસ એક એવું કવર છે કે જેમાં શેરધારકો, ગ્રાહકો તેમજ કર્મચારીઓની તરફથી કેસ દાખલ કરવાની બાબતમાં કંપનીના સિનીયર મેનેજમેન્ટને કાયદાકીય લડત લડવા માટે ખર્ચ આપવામાં આવે છે.