ક્રિકેટની રમતને હંમેશની માટે અનિશ્ચિત્તાઓની ગેમ કહેવામાં આવે છે, જ્યાં કેટલાક એવી ઘટનાઓ બનતી હોય છે જે હંમેશની માટે યાદ રહી જાય છે. આ જ પ્રમાણેનો એક રમૂજી બનાવ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં બન્યો હતો, ત્યારે હવે આ જ પ્રકારનો વધુ એક હાસ્યાસ્પદ રનઆઉટ થયો છે, તે જોઇને એક સમયે તમે તમારું હસવાનું નહિ રોકી શકો.
I mean what are the chances…#PlunketShield @wgtnfirebirds v @OtagoVolts pic.twitter.com/NCZhge51iK
— #NZIII (@MargotButcher) October 18, 2018
જો કે આ ફની રનઆઉટ કોઈ આંતરરાષ્ટ્રીય મેચનો નહિ પણ, ડોમેસ્ટિક ક્રિકેટનો છે. હકીકતમાં ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી એક ટુર્નામેન્ટમાં વેલિંગ્ટન અને ઓટાગો વચ્ચેની મેચમાં આ રનઆઉટ થયો હતો. જ્યાં માત્ર એક રન લેવા માટે બે બેટ્સમેન ત્રણથી ચારવાર વિકેટ પર લપસી પડ્યા હતા.
આ મેચમાં ઓટાગોની પોતાની ઇનિંગ્સ દરમિયાન ૪૭મી ઓવરમાં મિચેલ રિપોન એક શોટ માર્યા બાદ બંને બેટ્સમેન બે રન લેવાની ચક્કરમાં દોડ્યા હતા. પરંતુ આ દરમિયાન સૌથી પહેલા નાથન સ્મિથ બે વાર લપસ્યો, ત્યારબાદ રિપોન પણ એકવાર વિકેટ પર જ લપસી પડ્યો હતો.
આ વચ્ચે વિકેટકીપરે મૌકો હાથ લગતા જ રનઆઉટ કર્યો હતો. જો કે ત્યારબાદ આ વીડિયો ખુબ વાઈરલ થઇ રહ્યો છે.
https://twitter.com/Niamatullah/status/1052819948207263744
આ પહેલા દુબઈમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાનનો બેટ્સમેન અઝહર અલી ખૂબ હાસ્યાસ્પદ રીતે રનઆઉટ થયો હતો.
