Not Set/ ભારત- અફઘાનિસ્તાન ટાઈ મેચમાં બન્યા એટલા બધા રેકોર્ડ્સ, ગણતાં ગણતાં થાકી જશો તમે

અમદાવાદ: ટીમ મેનેજમેન્ટ દ્વારા ફાઈનલ ઈલેવનમાં પાંચ ફેરફાર કરવાનું ભારતીય ટીમને ભારે પડી ગયું હતું. અનુભવની ખામી હોવા છતાં અફઘાનિસ્તાનની ટીમ સુપર-4નો મુકાબલો ટાઈ કરવામાં સફળ રહી હતી. સારું થાય રવિન્દ્ર જાડેજાનું કે, જેણે છેલ્લી ઓવરોમાં ધૈર્ય અને સૂઝબૂઝ ભરી ઈનિંગ રમીને ભારતને હારમાંથી બચાવી લીધું, પરંતુ છેલ્લી ઓવરના પાંચમાં બોલ પર ખરાબ શોટ મારીને […]

Sports
Tie match against India vs Afghanistan in Asia Cup 2018 so many Records were made here is list

અમદાવાદ: ટીમ મેનેજમેન્ટ દ્વારા ફાઈનલ ઈલેવનમાં પાંચ ફેરફાર કરવાનું ભારતીય ટીમને ભારે પડી ગયું હતું. અનુભવની ખામી હોવા છતાં અફઘાનિસ્તાનની ટીમ સુપર-4નો મુકાબલો ટાઈ કરવામાં સફળ રહી હતી. સારું થાય રવિન્દ્ર જાડેજાનું કે, જેણે છેલ્લી ઓવરોમાં ધૈર્ય અને સૂઝબૂઝ ભરી ઈનિંગ રમીને ભારતને હારમાંથી બચાવી લીધું, પરંતુ છેલ્લી ઓવરના પાંચમાં બોલ પર ખરાબ શોટ મારીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ જીતના દ્વાર સુધી પહોંચીને જીત મેળવી શકી ન હતી. મુકાબલો બેશક બરાબરી પર પૂરો થયો, પણ દિલ તો અફઘાની ટીમે જીતી લીધા હતા.આ મેચમાં અનેક રેકોર્ડ્સ બન્યા છે.

અફઘાનિસ્તાનની સાથે પહેલી વખત થયું આવું

ભારતની આઠમી અને અફઘાનિસ્તાનની આ પહેલી ટાઈ મેચ હતી. આ ભારત અને અફઘાનિસ્તાની વચ્ચે બીજી જ એક દિવસીય મેચ હતી. આ અગાઉ પહેલી મેચ ભારતે એશિયા કપ-2014માં જીતી હતી અને બીજી મેચ ટાઈ રહી હતી.

ભારતે આ અગાઉ બે વખત ઈંગ્લેન્ડ અને જિમ્બાબ્વે સામે અને એક-એક વખત શ્રીલંકા, ન્યૂઝીલેંડ અને વેસ્ટ ઇન્ડિઝની સામે ટાઈ પડી હતી. અત્યાર સુધી રમાયેલી ૪૦૪૬ વનડે મેચોમાં ફક્ત 36 મેચ ટાઈ થઈ છે.

Tie match against India vs Afghanistan in Asia Cup 2018 so many Records were made here is list
mantavyanews.com

ધોનીએ ૬૯૬ દિવસ પછી કરી કપ્તાની

મહેન્દ્ર સિંહ ધોનીએ ૬૯૬ દિવસ પછી ભારતીય ટીમના કેપ્ટન તરીકે ફરીથી વાપસી કરી હતી. આ અગાઉ તેમણે 29 ઓક્ટોબર ૨૦૧૬ના રોજ છેલ્લી વખત કપ્તાની કરી હતી.

ધોનીએ પૂરી કરી વનડે કેપ્ટનની ‘બેવડી સદી’

ધોનીએ કેપ્ટન તરીકે ૨૦૦મી આ વનડે હતી અને આ રેકોર્ડ બનાવનાર તેઓ પ્રથમ ભારતીય અને વિશ્વના ફક્ત ત્રીજા કેપ્ટન છે. તેમના અગાઉ આ રેકોર્ડ રિકી પોન્ટિંગ (૨૩૦) અને સ્ટિફન ફ્લેમિંગ (૨૧૮)એ બનાવ્યો હતો.

Tie match against India vs Afghanistan in Asia Cup 2018 so many Records were made here is list
mantavyanews.com

ધોની છે ટાઈ મેચોનો બાદશાહ

પોતાની કપ્તાનીમાં  સૌથી વધુ ટાઈ વનડે મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે નોંધાયેલો હતો, અને તેમણે આ ટાઈ મેચ સાથે તેને વધુ સારો બનાવ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં આ પાંચમી ટાઈ મેચ રહી છે અને આ મામલામાં વિશ્વ રેકોર્ડ ધોનીના નામ પર છે. આ મામલામાં રિચી રિચર્ડસન (વેસ્ટ ઇન્ડિઝ), સ્ટિવ વો (ઓસ્ટ્રેલિયા) અને શોન પોલોક (દક્ષિણ આફ્રિકા) ત્રણ- ત્રણ ટાઈ મેચો સાથે બીજા સ્થાને છે.

ધોનીએ તોડ્યો અઝહરનો રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોની (37 વર્ષ અને 80 દિવસ) સૌથી વધુ ઉમરમાં ભારતની કપ્તાની કરનાર કેપ્ટન બન્યા છે. તેમણે મોહમ્મદ અઝહરૂદ્દીન (36 વર્ષ અને 124 દિવસ)નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Tie match against India vs Afghanistan in Asia Cup 2018 so many Records were made here is list
mantavyanews.com

ધોનીએ દ્રવિડને પણ પાછળ પાડ્યા

મહેન્દ્ર સિંહ ધોની (505) ભારત તરફથી સાઉથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે રમવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયા છે. તેમણે રાહુલ દ્રવિડ (504)નો રેકોર્ડ તોડ્યો છે. આ મામલામાં ભારતીય રેકોર્ડ સચિન તેન્દુલકર (664)ના નામે છે.

શહઝાદે ભારત સામે લગાવી પહેલી સદી

Tie match against India vs Afghanistan in Asia Cup 2018 so many Records were made here is list
mantavyanews.com

મોહમ્મદ શહઝાદે પોતાની પાંચમી સદી ફટકારી હતી અને ભારતની વિરુદ્ધ હવે દસ (10) દેશના ખેલાડી સદી ફટકારી ચૂક્યા છે. શહઝાદે પોતાની વનડે કેરિયરમાં પાંચમી સદી ફટકારી છે. ભારતની અગાઉ તેમણે નેધરલેંડ, કેનેડા, સ્કોટલૅન્ડ અને જિમ્બાબ્વે જેવી નબળી ટીમો સામે સદી ફટકારી હતી. આવી રીતે તેમણે પાંચેય સદી અગલ-અલગ ટીમોની સામે ફટકારી છે.