Not Set/ ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર

અમરેલીથી 20-25 કિંલોમીટર દૂર આવેલ ચિતલગામને સનેડાનું મુખ્ય વડુમથક પણ કહેવાય છે.અહીં ખેડૂતોના ઉપયોગ માટે દેશી જુગાડ બુલેટ માંથી સનેડો ટ્રેકટર બનાવાયું હતું.

Gujarat Others
સનેડો ટ્રેકટર
  • બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર
  • દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી
  • સનેડો આપે છે ટ્રેક્ટર જેવું કામ
  • સનેડો ટ્રેક્ટરની કિંમત બે લાખ સુધી
  • ખેડૂતો બળદ ગાડું છોડીને વળ્યા સનેડો તરફ

આધુનિકતાના સમયમાં ખેડૂતો પણ બળદ ગાડું છોડીને સનેડો ટ્રેકટર તરફ વળ્યા છે.સનેડો કાઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને ક્યાં તેનું વડું મથક અને કેવી મળે છે લોકોને રોજગારી જાણીએ આ અહેવાલમાં…

આ પણ વાંચો :આણંદના ઠક્કર ખમણવાળાની પત્નીનો બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ, ભાઈએ જતવી હત્યાની આશંકા

અમરેલીથી 20-25 કિંલોમીટર દૂર આવેલ ચિતલગામને સનેડાનું મુખ્ય વડુમથક પણ કહેવાય છે.અહીં ખેડૂતોના ઉપયોગ માટે દેશી જુગાડ બુલેટ માંથી સનેડો ટ્રેકટર બનાવાયું હતું.જે ખેડૂતોને ઉપયોગ થઈ શકે અને આ જુગાડ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી નીવડ્યો છે.

સનેડો 3 થી 4 દિવસ આસપાસમાં તૈયાર થાય છે અને તેને તૈયાર કરવામાં અમુક સરસામાંન તૈયાર લેવા પડે છે અને અમુક સરસામાનને મસીનરીઓની મદદથી કારખાનામાં જ બનાવીને ઘાટ આપવામાં આવે છે.સનેડો ટ્રેક્ટરની જેવું કામ આપે છે સનેડોમાં અલગ અલગ ફેરફારો થતા આવે છે.સનેડો ટ્રેક્ટરની કિંમત બે લાખ સુધી જ છે. તેમાં ટ્રેક્ટરની જેમ હાઇડ્રોલિકથી લઈને અનેક પ્રકારની સુવિધાઓ છે. ખેડૂતોને સનેડો એક બળદની જેમ ગાડુંના રૂપમાં પણ ખેડૂતો ઉપયોગ લે છે. અહીં એક કારખાનામાં 15 જેટલા કારીગરો રોજગારી પણ મળવી રહ્યાં છે.

આ પણ વાંચો :કામરેજ પાસે શિકારની શોધમાં નીકળ્યા 2 દીપડા, ટ્રકની અડફેટે આવતા નિપજ્યું મોત

બળદને તો ખેતકામ હોય ત્યારે અને ઘરે બળદને બાંધ્યા હોય ત્યારે પણ નિરણ નાખવી પડે અને સનેડો ચાલે ત્યારે જ ખાય એવું ખેડૂતો માની રહયા છે.મહત્વની વાત એ છે કે સનેડો ટ્રેકટર ખેડૂતોને ખેતકામમાં સરળતાથી ઉપયોગી થઈ રહ્યો છે..ટે ખેડૂતો પણ આધુનિકતાનાં સમયમાં બળદ ગાડું છોડીને સનેડાને અપનાવી રહ્યાં છે.

આ પણ વાંચો :મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત

આ પણ વાંચો :રાજ્યભરના સરકારી તબીબોની હડતાળ 24 કલાક માટે મોકૂફ રખાઇ

આ પણ વાંચો :PM મોદી આજે સોમનાથમાં નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી ઉદ્વઘાટન કરશે