- સુરતમાં 2 દીપડાનાં નિપજ્યા મોત
- કામરેજ પાસે નવી પારડીમાં અકસ્માતની ઘટના
- ટ્રકની અડફેટે 2 કદાવર દીપડાનાં મોત
- રાત્રીનાં 2 વાગ્યાની આસપાસની ઘટના
પ્રતિદિવસ જંગલો કપાઈ રહ્યાં છે તો બીજી તરફ શહેરો સતત વિસ્તરતા જઈ રહ્યાં છે. તેવામાં જંગલી જાનવરો શિકારની શોધમાં શહેરોમાં અવાર-નવાર ચડી આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં સુરત શહેર સુધી આવી ચડેલા દીપડા ઓને પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યા છે. સુરતના કામરેજ પાસે નવી પારડીમાં ટ્રકની અડફેટે આવતા 2 દીપડા ના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં 2 દીપડાનાં મોત નિપજ્યા જ ચકચાર મચી ગઈ છે. ટ્રકની અડફેટે બે કદાવર દીપડાનાં મોત નિપજ્યા છે.રાત્રીનાં અંદાજે 2 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. કામરેજ પાસે નવી પારડીમાં અકસ્માતની ઘટના બની હતી..જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઈએ કે આવી જ ઘટના અમદાવાદના સરખેજ હાઈવે ઉપર પણ આ પહેલા બની ચૂકી છે. જય અજાણ્યા વાહન ચાલકની ટક્કરે દીપડાનું મોત નિપજ્યું છે. જણાવીએ કે, સનાથલ ચોકડીની આસપાસ દીપડાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. દીપડો શિકારની શોધમાં સનાથલ ચોકડી સુધી પહોંચી ગયો હતો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાહનની અવર-જવર અને શોર-શરાબાથી ભડકવાના કારણે તેની ટક્કર કોઈ સાધન સાથે થઈ ગઈ હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદીઓ ચેતી જજો! મુંબઇ કરતાં પણ વધારે કેસ મેટ્રો સીટીમાં નોંધાયા
આ પણ વાંચો :ઝાલાવાડમાં કોરોનાના ગ્રહણ વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજીનો તોખાર
આ પણ વાંચો :દિલ્હી દરવાજામાં આવેલી આ રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો ઉંદર, પછી થયું આવું…
આ પણ વાંચો :વડોદરા SBIની મેઇન બ્રાન્ચમાં 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત, રૂટિન કામગીરી કરાઇ બંધ
