- અમદાવાદના નવા વાડજની રેસ્ટોરન્ટ આવી વિવાદમાં
- હીના રેસ્ટોરન્ટ એન્ડ હોટલ વિવાદમાં
- ભોજનમાંથી ઉંદર નીકળ્યો હોવાનો આક્ષેપ
- અડધું ભોજન જમી લીધા પછી પડી ખબર
- ગ્રાહકે હોટલ સામે કાર્યવાહી કરવાની કરી માગ
અમદાવાદના દિલ્હી દરવાજામાં આવેલી હીના રેસ્ટોરન્ટ એન્ડ હોટલ વિવાદમાં આવી છે. નવા વાડજ વિસ્તારમાં રહેતા બાબૂલાલ પરમાર અને તેમના પુત્ર પાર્થિવે પરિવારજનો માટે દિલ્હી દરવાજાની શાક માર્કેટ સ્થિત હીના રેસ્ટોરન્ટમાંથી પનીર ભૂરજીનું શાક મંગાવ્યું હતું. રાત્રે જ્યારે તેઓ ખાવા માટે બેઠા ત્યારે તેઓને પનીર ભુરજીના શાકની વચ્ચે ઉંદર જોવા મળ્યો. જે બાદ આખો પરિવાર ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા SBIની મેઇન બ્રાન્ચમાં 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત, રૂટિન કામગીરી કરાઇ બંધ
ભોગ બનેલા પરિવાર એવા બાબુલાલ પરમારે જણાવ્યું હતું કે પુત્ર પાર્થિવ દિલ્હી દરવાજાની સબજી મંડીની ગલીમાં આવેલી હીના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીનું શાક લાવ્યા હતા. પરિવારના સભ્યોએ રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા ત્યારે આ શાક ખાધું હતું. મેં અને મારા બીજા પુત્રએ ઓછું ખાધું હતું પરંતુ મારા બીજા પુત્ર પાર્થિવ અને પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાયું હતુ જે બાદ જોયું તો પહેલાં સીમલા મિરચ હોવાનું જણાયું હતુ. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતુ તો તે મરેલો ઉંદર હતો.
આ પણ વાંચો: સોખડા સ્વામિનારાયણ મંદિર સંતો પહોંચ્યા પોલીસ સ્ટેશન, કોરોના ટેસ્ટ બાદ કરશે ધરપકડ
પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના પત્ની અને દિકરો ગભરાઇ ગયા હતા. ગભરામણ થઇ હતી જે બાદ ઉલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
રેસ્ટોરન્ટ માલિકે સ્વીકાર્યું કે, કારીગરથી ભૂલ થઈ ગઈ છે. હાલ કોર્પોરેશને હીના રેસ્ટોરન્ટને બંધ રાખવાની સૂચના આપવા સાથે રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:કચ્છમાં પેરાગ્લાડિંગ કરતો યુવાન પટકાયો, સેફટીના સાધનો ન હોવાથી સર્જાઈ દુર્ઘટના
આ પણ વાંચો:હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો:અમદાવાદીઓ સાચવજો, શહેરની બે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 70 થી વધુ મેડિકલ સ્ટાફ કોરોનાની
