Junagadh News: કેન્દ્ર સરકારના જાહેરનામના સંદર્ભમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં પોરબંદર-જૂનાગઢમાં માછીમારી (Fishing) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી (Fishing) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આંતરદેશીય અને પ્રાદેશિક જળવિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માછીમારી કરવા પર 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વેકેશન દરમિયાન ફિશિંગ બોટોનું સમારકામ કરવામાં આવશે.
Fishing અંગેના આદેશનો ભંગ કરનારા સામે થશે આકરી કાર્યવાહી
તેમા નોન મોટરિઝ ક્રાફ્ટને બાકાત રાખવામાં આવ્યા છે. આદેશનો ભંગ કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મત્સ્ય ઉદ્યોગ વિભાગે આ માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફિશિંગ પર મર્યાદિત પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો છે.

માછલીઓના પ્રજનન-સંવર્ધનને લઈને Fishing પર પ્રતિબંધ
આ જાહેરનામા મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન (ઇઇઝેડ) હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં પહેલી જૂન 2016થી 31 જુલાઈ 2026 સુધી 61 દિવસ માટે ફિશિંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી પર પ્રતિબંધ રહેશે.
પાંચ હજારથી બોટોનું વેકેશનમાં સમારકામ
ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમ 2003 તથા સરકારના જાહેરનામા મુજબ ગુજરાતના દરિયાકાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં પહેલી જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી ફિશિંગ બાન સમયગાળો અમલમાં રહેશે. આ નિયમ હેઠળ અન્વયે પોરબંદર જિલ્લાના પ્રાદેશિક જળવિસ્તારમાં પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી તમામ યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક જળવિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોરબંદર ફિશરીઝ વિભાગના હસ્તકના પોરબંદર, સુભાષનગર, માધવપુર મિયાણી સહિતના પાંચ બંદર પર પાંચ હજારથી વધુ નાનીમોટી બોટો ઉપલલબ્ધ છે. તે બધી બોટોનું આ વેકેશન દરમિયાન સમારકામ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પઢાર આદિવાસીઓમાં રોષ, માછીમારી પર પ્રતિબંધથી આજીવિકા જોખમમાં
આ પણ વાંચો: ગુજરાતનાં કચ્છ–સૌરાષ્ટ્રના માછીમારીઓ માટે મોટી તક, સીવીડ ખેતી બનશે જીવનનો નવો આધાર
આ પણ વાંચો: ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો
