બોટાદથી હાલ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી મોત નીપજ્યા છે. જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહોને બહાર નીકાળવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય જહેમત ઉપાડી હતી. જે બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૂબનાર પાંચ વ્યક્તિઓ મહંમદ નગર વિસ્તારમાં રહેતા હતા.
આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….
આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી
આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA
આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

