- સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલો
- મંદિરમાં સેવક અનુજ ચૌહાણને માર માર્યો હતો
- પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સંતો પો. સ્ટે.માં હાજર
- 5 સંતો અને 2 સેવકો મળી 7 આરોપીઓ હાજર થયા
- પોલીસે તમામ આરોપીઓની કરી અટકાયત
- કોરોના ટેસ્ટ બાદ કરશે ધરપકડ
સોખડા-હરિધામ મંદિરમાં મારામારીની ઘટનામાં સંતો સહિત 7 સામે ગુનો નોંધાયો છે. ગત 6 જાન્યુઆરીએ બનેલી ઘટનામાં 12 દિવસ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોખડાના પાંચ સંતો સહિત સાત વ્યક્તિઓના હુમલાનો ભોગ બનેલો સેવક આજે પોલીસ સમક્ષ હાજર થતાં આખા કેસમાં નવો વળાંક આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધતાની સાથે સંતો સહિત હુમલાખોરોને શોધવા માટે પોલીસની એક ટીમ સોખડા મંદિરે પણ પહોંચી હતી.
આ પણ વાંચો :કચ્છમાં પેરાગ્લાડિંગ કરતો યુવાન પટકાયો, સેફટીના સાધનો ન હોવાથી સર્જાઈ દુર્ઘટના
આપને જણાવી દઈએ કે, ફરિયાદ નોંધાવતા ભોગ બનનારે જણાવ્યું હતું કે, ગઈ 6 જાન્યુઆરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જોરથી અવાજ કરતા હોવાથી તેઓ તેમના મિત્રો સાથે જોવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે પ્રણવ અને મનહરભાઈ એ તમે કેમ બહાર નીકળ્યા તેમ કહીને અંદર જતા રહો તેમ કરીને ખખડાવ્યા હતા ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામી પાસે આવીને તે કેમ મોબાઈલ માં વિડીયો ઉતાર્યો છે તેમ કહી મોબાઈલ ઝુંટવ્યો હતો અને ત્યારબાદ હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામી એ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મનહર સોખડા વાળા એ પણ તેમને માર માર્યો હતો ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામીએ તેમની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે જીવ બચાવીને ઓફિસમા દોડીને જતો રહ્યો હતો.’
ત્યાર પછી તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી. તાલુકા પોલીસે મારામારીનો ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસે આજે નિવેદન લીધા બાદ અનુજને સાથે રાખી સોખડા મંદીરમાં પણ તપાસ કરી હતી.
આ પણ વાંચો :હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત
પોલીસ સ્ટેશન હાજર અનુજ ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે સમય આપ્યો હતો તેમાં યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા આવ્યો છું. પોલીસે મને મળવા બોલાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે પોલીસ સાથે કનેક્ટ જ હતા, વાત થયેલી જ હતી. જે પ્રમાણે અરજી આપી હતી તે પ્રમાણે આજે જ નક્કી થયું હતું. માટે પોલીસના કોન્ટેક્ટમાં રહીને જ આજે પોલીસને નિવેદન આપવા આવ્યો છું.
આ પણ વાંચો :ધો.9 થી 11 સાયન્સની પેપર સ્ટાઈલ તૈયાર,15 ગુણના 13 હેતુલક્ષી પ્રશ્નો
આ પણ વાંચો :વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ
આ પણ વાંચો :આરોગ્ય શાખા દ્વારા 12 કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
