રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો છઇ રહ્યો છે તેમાં 40 ટકા કેસ માત્ર મેટ્રો સીટી અમદાવાદમાં જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, હાલ લોકો બેદરકારી અને લાપરવાહી વર્તી રહ્યા છે,જેના પગલે આ કેસ કોરોનાના વધી રહ્યા છે. મુંબઇ કરતા પણ પ્રતિદિન કેસમાં અમદાવાદમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 8391 કેસ નોંધાયા હતા. દર એક મિનિટે 6 કેસ નોંધાયા છે. 24 કલાકમાં શહેરમાં કેસની સંખ્યામાં 2393નો તીવ્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસ નવી ટોચ બનાવી રહ્યા છે. બીજા દિવસે આ નવી ટોચના 22 ટકાથી માંડી 40 ટકા સુધી તેમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રણેય લહેરની સરખામણી કરીએ તો અગાઉ ક્યારેય એક દિવસમાં 6 હજાર કેસ આવ્યા ન હતા.આ વખતે આ રેકોર્ડ તૂટ્યો છે.જો તકેદારી રાખવામાં નહીં આવે તો કેસ વધી શકે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી 12 દર્દીના મૃત્યુ થયા હતા. આમાંથી 6 દર્દી એટલે કે લગભગ 50 ટકા દર્દી તો અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં મૃત્યુનો રેશિયો વધી રહ્યો છે. મંગળવારે નોંધાયેલા 3 દર્દીના મૃત્યુની સરખામણીએ 24 કલાકમાં મૃત્યુનો દર બમણો થઈ ગયો છે. અગાઉ અમદાવાદમાં 26 મે, 27 મે અને 29 મેએ 6-6 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. જો કે, એ વખતે કેસની સંખ્યા ઘણી ઓછી હતી. આમ રાહતની વાત એ છે કે, અમદાવાદમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાવા છતાં મૃત્યુનો દર નીચો રહ્યો છે
બુધવારે રાજ્યમાં 20,966 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 8391 કેસ નોંધાયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના લગભગ 40 ટકા નોંધાયા છએ.
