ગુજરાત/ રાજકોટ શહેર પોલીસમાં કોરોનાનો ઓછાયો,44 થી વધુ કોરોના સંકર્મિત થયા

જેમાં  રાજકોટના   DCP ઝોન-1 પ્રવીકુમાર મીણા, ACP પટેલ,PI બોરિસાગર, PSI ગઢવી સહિત 45થી વધુ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે

Top Stories Gujarat
Untitled 53 10 રાજકોટ શહેર પોલીસમાં કોરોનાનો ઓછાયો,44 થી વધુ કોરોના સંકર્મિત થયા

રાજયમાં   દરરોજ કેસ વધતાં  જોવા મળી રહ્યા  છે લાગે છે કે    કોરોના  ની ત્રીજી લહેર પિક પર  આવી રહી છે  ત્યારે  રાજકોટ માં  હવે   પોલીસ વિભાગ પણ બાકાત રહ્યું નથી. જેમાં  રાજકોટના   DCP ઝોન-1 પ્રવીકુમાર મીણા, ACP પટેલ,PI બોરિસાગર, PSI ગઢવી સહિત 45થી વધુ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર છે. જેમાં એક મહિલા કોન્સ્ટેબલને એડમિટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:રસપ્રદ / પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..

ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 20996 કેસ નોંધાયા  હતા .મહાનગર અમદાવાદમાં સૌથી વધુ 8391 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરામાં 1918, રાજકોટમાં 1259, વલસાડમાં 387, ગાંધીનગરમાં 446, ભરૂચમાં 302, સુરતમાં 656, ભાવનગરમાં526, નવસારીમાં 278, મોરબીમાં265, મહેસાણામાં 258, જામનગરમાં 255 અને કચ્છમાં 194 કેસ નોંધાયા હતા .

આ પણ વાંચો:નિવેદન / રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે PM મોદીને કહ્યું દેશમાં હિંસા અને તણાવનું વાતાવરણ છે

છેલ્લા 24 કલાકમાં 9828 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો 90726 છે. જ્યારે કુલ કેસનો આંકડો 9,86,341 સુધી પહોંચ્યો છે. સારવાર લઇને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,66,338 છે. કોરોનાના કારણે રાજ્યમાં 12 દર્દીઓના મરણ થયા છે.

આ પણ વાંચો:ધાનસભા ચૂંટણી 2022 / રાયબરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહે વિધાનસભા અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું