મહારાષ્ટ્ર/ શરદ પવારે રાજ ઠાકરે પર નિશાન સાધ્યું, કહ્યું, ઠાકરેને ગંભીરતાથી ન લો

મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ મહાવિકાસ આઘાડીના નેતાઓ છે તો બીજી તરફ ભાજપ અને રાજ ઠાકરે બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે.

Top Stories India
sharad pawar

મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ મહાવિકાસ આઘાડીના નેતાઓ છે તો બીજી તરફ ભાજપ અને રાજ ઠાકરે બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા રાજ ઠાકરેએ એક સભામાં શરદ પવારને નાસ્તિક કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પવાર જાતિવાદી રાજકારણ કરે છે.

હવે ઠાકરેના આરોપો પર NCP સુપ્રીમો શરદ પવારનો જવાબ આવ્યો છે. શરદે કહ્યું, ‘રાજ ઠાકરેના કોઈપણ નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર નથી. તેઓ પાંચ-છ મહિનામાં એકવાર બોલે છે પરંતુ ભાષણમાં ભાજપ વિરુદ્ધ એક પણ શબ્દ બોલતા નથી. હું નાસ્તિક નથી અને હું કંઈપણ ડોળ કરતો નથી. કેટલાક લોકો માત્ર ધાર્મિક લાગણી ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજ ઠાકરે પર જાહેર સભામાં તલવાર લહેરાવવાનો આરોપ

જણાવી દઈએ કે મંગળવારે જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે વિરુદ્ધ થાણે શહેરમાં જાહેર સભા દરમિયાન તલવાર લહેરાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ જ આરોપ પર, એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ઠાકરે તેમજ પાર્ટીના થાણે અને પાલઘર જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવ અને થાણે શહેર પ્રમુખ રવિન્દ્ર મોરે વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 4 અને 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે મંગળવારે સાંજે ગડકરી ચોક ખાતે આયોજિત રેલી દરમિયાન, પાર્ટીના સ્થાનિક નેતાઓએ ઠાકરેને તલવાર આપી હતી, જેને કથિત રીતે લહેરાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:કુતુબ મિનારના સંકુલમાં આવેલી મસ્જિદમાં રાખેલી ગણેશની મૂર્તિઓ હટાવવામાં નહીં આવે

આ પણ વાંચો:મારી હાલત નસબંધી કરાયેલા વરરાજા જેવી છે..! ગુસ્સે ભરાયેલા હાર્દિક પટેલ