Politics/ ગંગા નદીનાં કિનારે દફનાવેલા શબને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો સૌથી મોટો કટાક્ષ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગંગા નદીનાં કાંઠે મૃતદેહને દફનાવવાની ઘટનાઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Top Stories India
તાઉતે વાવાઝોડું 75 ગંગા નદીનાં કિનારે દફનાવેલા શબને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો સૌથી મોટો કટાક્ષ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગંગા નદીનાં કાંઠે મૃતદેહને દફનાવવાની ઘટનાઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે કોરોનાને લીધે આટલા બધા મોત થાય છે, પરંતુ મોદી સરકાર આંખો બંધ કરી રહી છે. તેમણે ટ્વિટ કર્યું, “ગંગા માતાની રેતીથી દેખાતા દરેક શબનું કપડુ કહે છે કે તે રેતીમાં માથુ દફનાવીને મોદી સિસ્ટમ રહે છે!”

પશ્ચિમ બંગાળ / વાવાઝોડાની ચેતવણી વચ્ચે CM મમતાએ યોજી ડિજિટલ બેઠક : અધિકારીઓને તૈયારી માટે આપ્યા નિર્દેશ

આ અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે થયેલા મૃત્યુઆંકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે ધ્યાન ફટાવવું, જુઠ્ઠુ ફેલાવવુ અને તથ્યો છુપાવવા આ સરકારની નીતિ છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “વેક્સિન ઓછી થઈ રહી છે અને કોવિડથી મોત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારની નીતિ- ધ્યાન હટાવો, જુઠ ફેલાવો, ઘોંઘાટ કરીને તથ્યો છુપાવો.”

આત્મહત્યા / ગુરુદેવ મનહર મુનિ મ.સા.એ મુંબઈ ખાતે કરી આત્મહત્યા : દોઢ પાનાની સુસાઇડ નોટ મળી, જૈન સમાજમાં ખળભળાટ

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીનાં કાંઠે મૃતદેહોને દફનાવવાની પ્રક્રિયા આજે પણ અટકી રહી નથી. ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં નદીઓનાં કાંઠે મોટી સંખ્યામાં મૃતદેહો દેખાઈ રહ્યા છે. પ્રયાગરાજમાં દૂર દૂર સુધી રેતીમાં શબોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, મોટી સંખ્યામાં શબને દફન કરવામા આવી રહ્યા છે. હજુ યુપીનાં ઉન્નાવ જિલ્લામાં મોટી સંખ્યામાં શબોને રેતીમાં દફનાવવાનો કિસ્સાઓ મંદ પડી રહ્યા નથી અને પ્રયાગરાજ જિલ્લામાં જે જોવા મળ્યુ તે આશ્ચર્યજનક કરે તેવુ છે.

kalmukho str 16 ગંગા નદીનાં કિનારે દફનાવેલા શબને લઇને રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો સૌથી મોટો કટાક્ષ