Not Set/ ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

ભારતમાં અત્યાર સુધી જે કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા. તે SARS-CoV-2 વેરીઅંટના હતા, અને જે બે નવા મ્યુટેટ વેરીઅંટ મળ્યા છે.તેમનું નામ E484Q and L452R છે. જે યુ.કે સંબંધિત છે. ૨૦૨૦ પછી મહારાષ્ટ્રમાં તેના કેસ વધ્યા છે. જેનો ઉલ્લેખ સ્ટડીમાં પણ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે આ પ્રકારના મ્યુટેટ ઇમ્યુન સિસ્ટમને કમજોર કરે છે. […]

Mantavya Exclusive India
virus 4 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

ભારતમાં અત્યાર સુધી જે કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા. તે SARS-CoV-2 વેરીઅંટના હતા, અને જે બે નવા મ્યુટેટ વેરીઅંટ મળ્યા છે.તેમનું નામ E484Q and L452R છે. જે યુ.કે સંબંધિત છે. ૨૦૨૦ પછી મહારાષ્ટ્રમાં તેના કેસ વધ્યા છે. જેનો ઉલ્લેખ સ્ટડીમાં પણ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે આ પ્રકારના મ્યુટેટ ઇમ્યુન સિસ્ટમને કમજોર કરે છે. અને વધારે સંક્રમણ ફેલાવે છે. લગભગ ૨૦ ટકા કિસ્સાઓમાં આ બે મ્યુટેંટ જોવા મળ્યા છે. અને તેજ કારણ છે જેનાથી ચિંતા વધી રહી છે. સરકારે આવા કિસ્સાઓને કાબુમાં લેવા માટે ફરીથી ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટની નીતી અપનાવવાનો આદેશ કર્યો છે.

virus 6 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

દેશના અઢાર રાજયોમાં વેરિઅંટ ઓફ કંસન્ર્સ મળી આવ્યા છે. તેનો અર્થ એવો છે કે કેટલાગ ભાગોમાં કોરોના વાયરસના અલગ-અલગ પ્રકાર મળી આવ્યા છે. જે સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક અસર કરે છે. તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલની સાથે સાથે ભારતમાં મળેલો નવો ડબલ મ્યુટેટ વેરીઅંટ પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે ઇન્ડિયન સાર્સ-સીઓવી-૨ કંસોર્ટિયમ ઓન જેનોમિક્સ અંતર્ગત ૧૦ રાષ્ટ્રીય લેબોરેટરીનો સમુહ છે. જે દેશના અલગ-અલગ ભાગોમાંથી આવેલા નમૂનાઓમાં જીનોમિક સિક્વેંસિંગની શોધ કરે છે. જીનોમિક સિક્વેસિંગ કોઇ પણ પ્રકારના જીવનો જેનેટિક કોડ તૈયાર કરવાની ટેસ્ટિંગ પ્રક્રિયા છે. આ સમૂહ જીનોમિક વેરીઅંટના મહામારી વિજ્ઞાનના આધારે અભ્યાસ કરે છે.

virus 2 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

અસર કેટલી થશે.? અને કેટલી ખતરનાક હશે.?

આમ તો વિભિન્ન પ્રકારના વાયરસના જીનોમિક વેરીઅંટમાં બદલાવ થવો સામાન્ય વાત છે. અને તે દરેક દેશમાં મળી આવે છે. પણ સ્વાસ્થય મંત્રાલયે એ વાત સ્પષ્ટ નથી કરી કે તેઓ કયા પ્રકારના ડબલ મ્યુટેંટની વાત કરી રહ્યા છે. જો કે જે નવા બે વેરીઅંટની ચર્ચા ચાલી રહી છે તેના પર રિસર્ચ થવાનું બાકી છે. કારણ કે તેની અસર કેટલી થશે.? અને કેટલી ખતરનાક હશે.? તે કહી શકાય તેમ નથી. L452R મ્યુટેંટ પહેલીવાર અમેરીકાના કેલિફોર્નિયામાં મળી આવ્યુ હતું. અને પછી તે આખી દુનિયામાં ફેલાયું. તેનો મતલબ એવો છે કે આ મ્યુટેંટમાં કંઇક અસર છે જે બદલાઇ રહી છે. અમેરીકામાં એક પક્ષીઘરના ગોરીલામાં આ વાયરસ મળી આવ્યો હતો. પણ તેનું સકારાત્મક રૂપ પણ જોવું જોઇએ. કેલિફોર્નિયામાં તેનો પ્રભાવ ઓછો થઇ રહ્યો છે. જો લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તો તેની અસર ઓછી થાય છે.

virus 3 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

શું કહે છે ડો. ગંગાખેડકર ?

જોકે ડો.ગંગાખેડકર કહે છે કે બે વેરીઅંટનું એક સાથે મ્યુટેશન થઇ શકે છે. અને તે અંદરોઅંદર મળી શકે છે. યુકે,બ્રાઝિલ અને દક્ષિણ ઓફ્રીકા વેરીઅંટમાંલગભગ ૮થી ૧૦ મ્યુટેશન જોવાઇ ચૂક્યા છે. વાયરસ જ્યારે રિપ્રોડ્યુસ થાય છે તો તે પરફેક્ટ હોતો નથી.અને તે જ મ્યુટેશન થાય છે. અને જ્યારે તે મ્યુટેશનની આપણા પર અસર થાય છે. ત્યારે તેને વેરીઅંટ કહેવામાં આવે છે. નવો મ્યુટેંટ વાયરસ કેટલો ખતરનાક હોઇ શકે છે? તેના જવાબમાં ડો. ગંગાખેડકર કહે છે કે આ પ્રકારના મ્યુટેંટ જે રીતે આપણે ત્યાં સામે આવ્યા છે. તે જેટલા ઓછા લોકોને થાય તો સારૂ છે. કારણ કે તે જેટલા લોકોને થશે તેટલો વધારે ફેલાશે.

virus 1 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?
જો નવો વાયરસ વધારે ફેલાશે નહી તો એકબીજા સાથે જોડાશે નહી અને આપણે ખતરાથી બચીને રહીશું. અને એટલા માટે તે જરૂરી છે કે લોકો કોરોના ગાઇડલાઇનું પાલન કરે. અને તે જ એકલો રસ્તો છે. સ્વાસ્થય મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કેરલના ૨૦૩૨ નમૂનાની તપાસમાં ૧૨૩ નમૂનાઓમાં N440K વેરીઅંટ સામે આવ્યુ છે. આ પહેલાં આ વેરીઅંટ આંધ્રપ્રદેશના ૩૩ ટકા સેમ્પલમાં આવ્યુ હતું. તો તેલંગાણાના કુલ ૧૦૪ સેમ્પલમાંથી પ૩ સેમ્પલમાં પણ જોવા મળ્યુ હતું. સાદી ભાષામાં કહીએ તો ડબલ મ્યુટેશન ત્યારે થાય છે જ્યારે વાયરસના બે મ્યેટેટેડ સ્ટ્રેન્સ મળીને એક ત્રીજો સ્ટ્રેન બનાવે છે. ભારતમાં જે ડબલ મ્યુટેંટ વેરીઅંટ છે તે E484Q અને L452R મ્યુટેંશનનું કોમ્બિનેશન છે.

virus 7 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

E484Q અને L452R ને અલગથી વાયરસને અને સંક્રામક અને કેટલીક હદ સુધી વેક્સિનથસ ઇમ્યુન જોવા મળ્યો છે. જો કે વાયરસમાં બદલાવ થતો રહે છે પણ વધારે મોટેભાગે તેનાથી પરેશાની થતી નથી. પણ કેટલાક મ્યુટેશનને લીધે વાયરસ વધારે સંક્રાત્મક અને ઘાતક બની જાય છે. ડબલ મ્યુટેશનની લીધે વાયરસની અંદર ઇમ્યુન રેસ્પોન્સથી બચવામની ક્ષમતા વધી જાય છે.એટલે કે એન્ટિબોડી તેનું કંઇ બગાડી શકતી નથી. એક મોટુ રિસ્ક એ છે કે પહેલાં બનેલી રસી આ વેરીઅંટ પર અસર કરશે કે નહી તે કહેવું અત્યારે અઘરૂ છે. ડબલ મ્યુટેશન વેરીઅંટ એટલા માટે ખતરનાક છે કારણ કે તે શરીરની ઇમ્યુન સિસ્ટમથી ન માત્ર બચે છે પણ શરીરમાં ઝડપથી ફેલાય પણ છે. આ વેરીઅંટ એટલા માટે પણ ખતરનાક બની શકે છે કારણ કે તેમાં વાયરસના એક જ રૂપમાં બે બદલાવ થાય છે. સ્પાઇક પ્રોટીનમાં બદલાવ થવાથી તેની સંક્રાત્મકતામાં વધારો થાય છે. અને તેના સ્વરૂપમાં થયેલા બીજા બદલાવથી તેને લઇને જાણકારી સામે આવવામાં વધારે સમય લાગે છે.

virus 5 ભારતમાં મળેલો ‘ડબલ મ્યુટેંટ વેરિઅંટ શું છે? તેની અસર કેટલી ખતરનાક હશે ?

જો કે હજુ સુધી એજ ખબર પડી શકી છે કે નવો સ્ટ્રેન અસરદાર તો છે પણ કદાચ સુપર સ્પ્રેડર નથી. ઘાતક છે તેની પણ સાબિતી હજુ સુધી મળી શકી નથી. વૈજ્ઞાનિક તેના વિશે વધારે ડેટા એકઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં સુધી વેક્સિનની આ નવા વેરીઅંટ પર અસરની વાત છે તો અત્યાર સુધી એવું કોઇ કારણ નથી મળ્યું જેનાથી એ માનવામાં આવે કે રસી આ નવા વેરીઅંટ સામે સુરક્ષા આપવામાં અસફળ રહે.