જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનો રોગે ચકચાર મચાવી છે. લાંબી ખેચયેલી વરસાદની સિઝન અને અનરાધાર વરસાદ ને કારણે ઘણી જગ્યા એ પાણી ભરાઈ રહેતા જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી ગયું છે. સરકારી જી.જી. હોસ્પિટલ તાવની બીમારીના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
એક જ દિવસમાં જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના રેકોર્ડ બ્રેક 95 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હજુ પણ નિંદરા માં હોય તેવું લાગી રહ્યું છે. ડેન્ગ્યુથી મૃત્યુ આંક 15 ને પાર કરી ગયો છે. અને જો તંત્ર હજુ પણ બેદરકારી દાખવશે તો આ આંકડો હજુ વધી શકે છે.
સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ડેન્ગ્યુ ને નાથવા માટે આદેશ કરાયા હોવાં છતાય પરિસ્થિતી ઠેર ની ઠેર યથાવત બની રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.