Not Set/ કાશેઝ દ્વારા વહીવટીતંત્રને મેડિકલ સુવિધાઓ અને સામગ્રીનું વિતરણ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોને BVH મેન્યુફેક્ચરિંગ સાથે મળીને 64 આઇટમો જેમાં દવાઓ,સેનેટાઈઝર, અને માસ્ક વગેરે સાતલાખ ની સામગ્રી કચ્છના વહીવટી તંત્ર ને સહાય રૂપે આપવામાં આવી હતી.

Gujarat Others Trending
kasez કાશેઝ દ્વારા વહીવટીતંત્રને મેડિકલ સુવિધાઓ અને સામગ્રીનું વિતરણ

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કચ્છમાં ભારત સરકારના એકમ કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન કાશેઝ દ્વારા ઉધોગો સાથે મળી કચ્છનાં વહીવટીતંત્રને મેડિકલ સુવિધાઓ અને સામગ્રીઓ આપવામાં આવી છે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોને BVH મેન્યુફેક્ચરિંગ સાથે મળીને 64 આઇટમો જેમાં દવાઓ,સેનેટાઈઝર, અને માસ્ક વગેરે સાતલાખ ની સામગ્રી કચ્છના વહીવટી તંત્ર ને સહાય રૂપે આપવામાં આવી હતી.

આ ઉપરાંત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોને V. મિલક ઇન્ટરપ્રાઈઝ સાથે મળી ને 100 ડિસ્પોસેબલ બેડ તંત્રને આપ્યા છે. કાશેઝ દ્વારા 4 પેરામેડિકલ સ્ટાફ નવજીવન કોવિડ હોસ્પિટલને આપવામાં આવ્યો છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તેમજ રોશન ફાર્મા લિમિટેડ દ્વારા દોઢ લાખ નંગ પેરાસીટામોલ ટેબ્લેટ તંત્રને આપવામાં આવી છે હજી પણ કાશેઝ દ્વારા સેવાકીય પ્રવૃતિઓનો દોર યથાવત રખાયો છે તેવું આમિયાંચંદ્રજીએ જણાવ્યું હતું