@ધ્રુવ સોમપુરા, સુરત
સુરતના હીરા વેપારીઓ માટે એક સારા સમાચાર બની સામે આવ્યા છે.મુંબઈ સ્થિત આવેલ ભારત ડાયમન્ડ બુર્ષમાં સિન્થેટિક ડાયમન્ડના ટ્રેડિંગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.BDB ( ભારત ડાયમન્ડ બુર્ષ )ની AGM મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જેને લાઇ સુરતના હજારો નાના મોટા હીરાના વેપારીઓને વિદેશ કરતા વધારે સ્થાનિક લેવલે કરોડોનો વેપાર મળશે.
રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડની ભેળસેળ થતી અટકાવવા મુંબઈ સ્થિત ભારતનું સૌથી મોટું હીરા ઉદ્યોગ માટેનું ભારત ડાયમન્ડ બુર્ષમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.ભારત ડાયમન્ડ બુર્ષ (BDB)ની એજીએમમાં સિન્થેટિક ડાયમંડ ટ્રેડિંગને શરતી મંજૂરી અપાઈ છે.28મી ડિસેમ્બરે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)ની એજીએમ મળી હતી. જેમાં સિન્થેટિક ડાયમંડના ટ્રેડિંગને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં આવનારા દિવસમાં કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરાશે. છેલ્લાં ઘણાં વખતથી સિન્થેટિક ડાયમંડની ભેળસેળના કારણે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝને અસર વર્તાતી હોવાની ચર્ચા ઉઠી હતી. જોકે, વર્ષ 2019થી ડાયમંડ માઈનીંગ કંપની દ્વારા લાઈટવેઈટ સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, એકમાત્ર યુએસમાં જ અદાજે 50 ટકા જેટલું સિન્થેટીક ડાયમંડ અને તેની જ્વેલરીનું માર્કેટ ઉભું થયું છે. તા.28મી ડિસેમ્બરે મળેલી બીડીબીની એજીએમમાં 5 વર્ષ પછી સિન્થેટીક ડાયમંડના ટ્રેડિંગ પર મુકવામાં આવેલો પ્રતિબંધ ઉંચકી લેવામાં આવ્યો છે.જેને લઈ સુરત ના હજારો ડાયમંડ વેપારીને સીધું ભારતમાં જ સિન્થેટિક ડાયમન્ડને લઈ માર્કેટ મળી રહેશે.જેથી હીરા વેપારીઓને આવનારા સમયમાં કરોડો રૂપિયાનો સીધો વેપાર મળવાની આશા બંધાઈ છે.
સિન્થેટિક ડાયમંડના ટ્રેડિંગને લઈને બીડીબી દ્વારા જે નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રિઝને કોઈ નેગેટિવ ઈફેક્ટ થવાની નથી. નેચરલની સાથો-સાથ સિન્થેટિક ડાયમંડના મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સ એવા સુરત-મુંબઈ સહિતના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રિઝના ઉદ્યોગકારોને લાંબા ગાળે ગ્રોથ મળવા જઈ રહ્યો છે.એક અંદાજ મુજબ બીડીબીમાં 2500 થી વધુ ડાયમન્ડ ઓફિસ હોવાથી સિન્થેટિકની મંજૂરી મળતા સુરતના હીરા વેપારીઓનો વર્ષે કોરોડો રૂપિયાનો વેપાર માત્ર મુંબઈમાં જ શરૂ થઈ જશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…