દિલ્હી/ મનીષ સિસોદિયા માટે ધ્યાનની મુદ્રામાં બેઠા અરવિંદ કેજરીવાલ, નથી ઉજવે ધૂળેટી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડના વિરોધમાં આ વખતે હોળી નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે.

Top Stories India
મનીષ સિસોદિયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડના વિરોધમાં આ વખતે ધૂળેટી નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ધ્યાનસ્થ રહેશે. ધ્યાનની મુદ્રામાં અરવિંદ કેજરીવાલની તસવીર પણ સામે આવી છે. આપને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા ની સીબીઆઈ દ્વારા કથિત એક્સાઈઝ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં તિહાર જેલમાં છે.

અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા કહ્યું હતું કે મોદીજીએ બહાદુરોને જેલમાં ધકેલી દીધા છે તેથી તેઓ હોળી નહીં ઉજવે. તેમણે દિલ્હીના લોકોને મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવાની પણ અપીલ કરી હતી. હોળીના દિવસે અરવિંદ કેજરીવાલ સવારે રાજઘાટ પહોંચ્યા અને ગાંધીજીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આઝાદીના 75 વર્ષ બાદ એ દિવસ આવી ગયો છે જ્યારે શાળાનો ચહેરો બદલી નાખનાર વ્યક્તિને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીએ સરકાર પર લગાવ્યો આરોપ

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે હોળીના દિવસે મીડિયા સાથે વાત કરી અને કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે તિહારની જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર રાજકીય હત્યા કરાવવા માંગે છે. મનીષ સિસોદિયાનો જીવ જોખમમાં છે, તેથી તેમનો સેલ બદલવો જોઈએ.

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:સમગ્ર દેશમાં હોળીની ધૂમઃ પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામના

આ પણ વાંચો:અર્ચના ગૌતમના પિતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પીએ વિરુદ્ધ નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:માયાવતીએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું સરકાર વધુ એક વિકાસ દુબે કાંડ કરશે?