Not Set/ આઇપીએલ સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા 27 ડિસેમ્બરે સાત ફેરા ફરી લેશે

    વડોદરા ગુજરાતના ધુંવાધાર ખેલાડી ગણાતા ક્રિકેટર કૃણાલ પંડ્યા લગ્નના બંધને બંધાઇ જશે.આઇપીએલના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા મુંબઇની પંખુડી શર્મા સાથે આગામી 27 ડિસેમ્બરે મુંબઇ ખાતે લગ્ન કરશે.કૃણાલ અને પંખુડી ઘણાં સમયથી ડેટિંગ કરી રહ્યાં હતા અને તેમના લગ્ન નિશ્ચિત મનાતા હતા. પંડ્યા પરિવારના સુત્રો કહે છે કે કૃણાલ પંડ્યાના લગ્ન મુંબઇમાં થશે અને […]

Top Stories

 

 

વડોદરા

ગુજરાતના ધુંવાધાર ખેલાડી ગણાતા ક્રિકેટર કૃણાલ પંડ્યા લગ્નના બંધને બંધાઇ જશે.આઇપીએલના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા મુંબઇની પંખુડી શર્મા સાથે આગામી 27 ડિસેમ્બરે મુંબઇ ખાતે લગ્ન કરશે.કૃણાલ અને પંખુડી ઘણાં સમયથી ડેટિંગ કરી રહ્યાં હતા અને તેમના લગ્ન નિશ્ચિત મનાતા હતા.

પંડ્યા પરિવારના સુત્રો કહે છે કે કૃણાલ પંડ્યાના લગ્ન મુંબઇમાં થશે અને હાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

પંખુડી શર્મા ફેશન ડિઝાઇનર છે અને તે ઘણાં સમયથી કૃણાલની સાથે જોવા મળી રહી હતી.આઇપીએલની છેલ્લી સીઝનમાં પણ દરેક મેચોમાં પંખુડી શર્મા જોવા મળતી હતી.

ઉલ્લેખનીય છે કે કૃણાલના ભાઇ અને ભારતીય ટીમના ડેશિંગ ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ભારતનો મોસ્ટ એલીજીબલ બેચલર ગણાય છે.