હોળીમાં સમગ્ર દેશ રંગમાં ન્હાતો હોય તો બોલિવૂડના સ્ટાર કેમ બાકી રહે. બોલિવૂડની હોળી (Bollywood Holi) રાજકપૂરના સમયમાં શરૂ થઈ હતી અને પછી દેવઆનંદ, દિલીપકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના ત્યાં મનાવાતી હતી. આજે તો મોટાભાગના બોલિવૂડના સ્ટારના ત્યાં હોળીનો જમાવડો હોય છે. અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે હોળી ઉજવી હતી. તેમા બોલિવૂડની સાથે ટીવી જગત અને મોડેલ જગતની સેલિબ્રિટીઓ હાજર રહી હતી.
અંકિતાની હોળી પાર્ટીમાં પ્રિયંકા-ચહર-ચૌધરી હાજર રહી હતી.
બિગ બોસથી સ્ટાર બનેલી સૌંદર્યા શર્મા આજકાલ બોલિવૂડમાં હોટ ટોપિક છે. અંકિતા લોખંડેની પાર્ટીમાં મળેલું આમંત્રણ તેનો પુરાવો છે.
બોલિવૂડ હાર્ટથ્રોબ યુવિકા ચૌધરીએ પણ અંકિતા લોખંડેની હોળીની પાર્ટીમાં દેખા દીધી હતી.
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા પણ તેના પતિ ત્યાગી સાથે હોળી પાર્ટીમાં હાજર રહી હતી. આ ઉપરાંત બોલિવૂડ પ્રોડયુસર એક્તા કપૂર અને તેના ભાઈ તુષાર કપૂર પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત બોલિવૂડના બીજા સ્ટાર શિલ્પા શેટ્ટી, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ હોળી મનાવી હતી. બોલિવૂડની સેલિબ્રિટીઓમાં પણ હોળીને લઈને જબરજસ્ત ઉત્સાહનો માહોલ હતો. (Bollywood Holi) આમ પણ બોલિવૂડ જ નહી સમગ્ર દેશના ખેલૈયાઓને લાંબા સમય પછી મુક્ત મને હોળી મનાવવાની તક મળી છે. તેનો તેમણે ભરપૂર આનંદ માણ્યો હતો. કેટલાય સ્થળોએ તો રેઇન ડાન્સની વ્યવસ્થા હતી. આ ઉપરાંત કેટલાયે ફાર્મહાઉસમાં હોળી રમ્યા હતા તો કેટલાયે તેના માટે રિસોર્ટ બૂક કરાવ્યા હતા. દરેકના ચહેરા પર ઉત્સાહ, આનંદ અને રંગો હતા. હોળી જાણે રંગ ઉડાડતી જ ન હતી પણ જીવનમાં પણ રંગો પૂરતી હતી.
શિલ્પા શેટ્ટીએ તેના કુટુંબ સાથે હોળી ઉજવી હતી. તેના બાળકો અને પતિ સાથે તેણે પૂજા કરી હતી અને હોળી ઉજવી હતી.
બોલિવૂડ સ્ટાર ક્રિતી સેનોને વ્યસ્ત શેડ્યુલમાંથી બ્રેક લઈને કુટુંબ સાથે હોળી ઉજવી હતી.
બોલિવૂડ હીરોઈન કરીના કપૂરે તેના સંતાનો સાથે હોળી ઉજવી હતી. લાંબા સમય પછી તેણે આ પ્રકારને બ્રેક લીધો હતો.
બોલિવૂડ સ્ટાર કરિશ્મા કપૂરે કુટુંબ સંગ હોળી ઉજવી હતી.
બોલિવૂડના સ્ટાર કપલ બનેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પહેલી હોળી જોડે ઉજવી હતી.