archana gautam/ અર્ચના ગૌતમના પિતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પીએ વિરુદ્ધ નોંધાવ્યો કેસ

‘બિગ બોસ 16’ની ટોપ-5 ફાઇનલિસ્ટ અર્ચના ગૌતમના પિતાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પીએ સંદીપ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાવ્યો છે.

Top Stories India
Archana Gautam અર્ચના ગૌતમના પિતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પીએ વિરુદ્ધ નોંધાવ્યો કેસ

‘બિગ બોસ 16’ની ટોપ-5 ફાઇનલિસ્ટ અર્ચના ગૌતમના Archana Gautam પિતાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પીએ સંદીપ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાવ્યો છે. અર્ચના ગૌતમના પિતા ગૌતમ બુદ્ધે આરોપ લગાવ્યો છે કે સંદીપ સિંહે તેમની પુત્રીને માત્ર જાતિવાદી શબ્દો જ નથી ઉચ્ચાર્યા પરંતુ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. Archana Gautam મેરઠ પોલીસે હવે આ મામલે આઈપીસીની કલમ 504, 506 અને એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગૌતમ બુદ્ધનું કહેવું છે કે તેમની પુત્રી અર્ચના ગૌતમ લાંબા સમયથી Archana Gautam પ્રિયંકા ગાંધી વાડ્રાને મળવાની કોશિશ કરી રહી છે, પરંતુ સંદીપ સિંહ તેમને મળવા દેતા નથી. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધીના આમંત્રણ પર કોંગ્રેસના મહાઅધિવેશનમાં ભાગ લેવા માટે અર્ચના ગૌતમને 26 ફેબ્રુઆરી 2023ના રોજ સંદીપ સિંહ દ્વારા રાયપુર છત્તીસગઢ બોલાવવામાં આવી હતી. અર્ચના ગૌતમે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત માટે કહ્યું, પરંતુ PA સંદીપ સિંહે ના પાડી.

અર્ચના ગૌતમના પિતાનો આરોપ છે કે સંદીપ સિંહે તેમની પુત્રી સાથે ખરાબ Archana Gautam વર્તન કર્યું હતું. તેમને ઉપાડી જવાની ધમકી આપી હતી અને જાતિવાદી શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. અર્ચના ગૌતમે સંદીપ પર આ આરોપો લગાવ્યા હતા. થોડા સમય પહેલા અર્ચના ગૌતમ ફેસબુક પર લાઈવ આવી હતી અને ત્યારબાદ તેણે સંદીપ સિંહ પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. અર્ચના ગૌતમે કહ્યું હતું કે સંદીપે તેને જેલમાં ધકેલી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારે અર્ચનાના પિતાએ પણ પુત્રીના જીવનું જોખમ હોવાનું જણાવીને સુરક્ષાની માંગણી કરી હતી. ફેસબુક લાઈવમાં અર્ચના ગૌતમે પણ કહ્યું હતું કે આખી કોંગ્રેસ પાર્ટી સંદીપ સિંહથી નારાજ છે. સંદીપ સિંહ પ્રિયંકા ગાંધીથી બધું છુપાવે છે અને કોઈને મળવા પણ દેતા નથી.

આના પગલે આગામી સમયમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસમાં મોટો ગણગણાટ જોવા મળી શકે છે. Archana Gautam આમ પણ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ તેના માળખાની સમીક્ષા કરી રહી છે. હવે સંગઠનના આ માળખાની પુર્નરચનામાં આ આરોપો બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે. હવે પ્રિયંકા ગાંધી સંદીપસિંહ કયા પગલાં લેશે તે તો સમય જ કહેશે.

 

આ પણ વાંચોઃ Mayavati-Atik Ahmad/ માયાવતીએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું સરકાર વધુ એક વિકાસ દુબે કાંડ કરશે?

આ પણ વાંચોઃ Earthquake/ ધૂળેટીના દિવસે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, બે મહિનામાં 15 વાર ઉત્તરાખંડની ધરતી ધ્રૂજી, નિષ્ણાતો આનાથી ચિંતિત

આ પણ વાંચોઃ BJP-Snehmilan/ ભાજપ લઘુમતીઓને આપશે ‘એક દેશ, એક ડીએનએ’નું સૂત્ર, સ્નેહ મિલન પરિષદો દ્વારા પાર્ટી કરશે પ્રવેશ