Not Set/ પંચમહાલ : આયુષ્યમાન યોજનાનાં બોગસ કાર્ડ મળી આવ્યા

દેશના મર્યાદિત આવક ધરાવતાં પરિવારને મફતમાં તબીબી સારવાર મળી રહે તેવા શુભ આશય સાથે  પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજનામાં આશરે 1807 જેટલી બિમારીની સારવાર મફતમાં મળી રહે છે. આ યોજના કાર્યરત થતાં પંચમહાલ જીલ્લામાં કુલ 208000 જેટલા આયુષ્યમાન યોજનાના કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. ખોટા આયુષ્માન કાર્ડ ઇશ્યુ કર્યા હોવાની […]

Top Stories Gujarat Others
ayushymaan પંચમહાલ : આયુષ્યમાન યોજનાનાં બોગસ કાર્ડ મળી આવ્યા

દેશના મર્યાદિત આવક ધરાવતાં પરિવારને મફતમાં તબીબી સારવાર મળી રહે તેવા શુભ આશય સાથે  પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજનામાં આશરે 1807 જેટલી બિમારીની સારવાર મફતમાં મળી રહે છે. આ યોજના કાર્યરત થતાં પંચમહાલ જીલ્લામાં કુલ 208000 જેટલા આયુષ્યમાન યોજનાના કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

ખોટા આયુષ્માન કાર્ડ ઇશ્યુ કર્યા હોવાની માહીતી મળતા આરોગ્ય નિમાયકે તપાસના હુકમ જારી કર્યા હતા. જિલ્લાના આયુષ્માન કાર્ડના દસ્તાવેજોનું વેરીફીકેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં  જિલ્લામાંથી 142 આયુષ્માન કાર્ડ નકલી મળી આવ્યા હતા. બોગસ કાર્ડને રદ કરીને આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન મિત્રો વિરુદ્ધ કાર્યવાહી કરવા નોટીસ આપવામાં આવી છે.

જિલ્લામાં આયુષ્માન કાર્ડના વેરીફીકેશનમાં કાલોલ તાલુકામાંથી 51, ગોધરા તાલુકામાંથી 15, હાલોલ તાલુકામાંથી 22, શહેરા તાલુકામાંથી 54 આયુષ્માન કાર્ડ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગના આઈટી સેલે દ્વારા આવા બોગસ કાર્ડનું ચેકિંગ હાથ ધરીને પકડી પાડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.