કોરોના/ સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ,4 જજ સહિત 150 કર્મચારી કોરોના સંક્રમિત

રવિવારે 1,59,632 નવા કોરોના કેસ નોંધાયા હતા. વળી, 40,863 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. દરમિયાન, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 327 મોત થયા છે.

Top Stories India
10 7 સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ,4 જજ સહિત 150 કર્મચારી કોરોના સંક્રમિત

સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં કોરોના વિસ્ફોટ
4 જજ સહિત 150 કર્મચારીઓને કોરોના
કોર્ટના 200 કર્મીઓનો રિપોર્ટ હજુ બાકી
સુપ્રીમના કુલ 32 જજમાંથી 4ને કોરોના
સુપ્રીમ કોર્ટમાં પોઝિટિવિટી રેટ 12.5 ટકા
સંસદ ભવનમાં 400 કર્મચારી સંક્રમિત

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સંસદ બાદ હવે સુ્પીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે, દેશમાં રોકેટની ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે, સુપ્રીમ કોર્ટમાં 4 જજ કોરોના સંક્રમિત થયા છે અને 150 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. ,32 જજ માંથી હાલ 4 જજ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુપ્રીમમાં પોઝિટિવિટી 12.5 ટકા જોવા મળી છે.

દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. શનિવારે સંસદ ભવનમાં કોરોના વિસ્ફોટ થયો હતો. 6-7 જાન્યુઆરીએ અહીં કામ કરતા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 400 થી વધુના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. બજેટ સત્ર આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં આ અહેવાલ ડરાવનારો છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ 400 કર્મચારીઓને ચેપ લાગ્યા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી. દરમિયાન, વધતા COVID19 કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્યસભા સચિવાલયે કર્મચારીઓની હાજરીમાં ઘટાડો કર્યો છે

ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે નવા કોરોના કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો. એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે. રવિવારે 1,59,632 નવા કોરોના કેસ નોંધાયા હતા. વળી, 40,863 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. દરમિયાન, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 327 મોત થયા છે.

 સક્રિય કેસોની સંખ્યા 5,90,611 છે, જ્યારે કુલ રિકવરી 3,44,53,603 છે. જ્યારે આ ચેપી રોગને કારણે 4,83,790 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 151.58 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની છેલ્લી બે લહેર ફાટી નીકળ્યા પછી ત્રીજી લહેર વિશે વિચારતા પણ લોકો ડરી રહ્યા છે.