રફુચક્કર/ અમદાવાદમાં 13 કરોડના સોનાની ચોરી, કર્મચારી જ 25 કિલો સોનું લઈ ફરાર

અમદાવાદમાં 13.50 કરોડ રૂપિયાના સોનાની ચોરી Burglary થઈ છે. પેઢીનો કર્મચારી જ સોનું લઈ ફરાર થઈ ગયો છે. કર્મચારી 25 કિલો સોનુ લઈ ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે. તે રસ્તામાં બસ રોકાવીને સોનું લઈને ફરાર થઈ ગયો હતો. 

Gandhinagar Top Stories Gujarat
Gold theft અમદાવાદમાં 13 કરોડના સોનાની ચોરી, કર્મચારી જ 25 કિલો સોનું લઈ ફરાર

અમદાવાદમાં 13.50 કરોડ રૂપિયાના સોનાની ચોરી Burglary થઈ છે. પેઢીનો કર્મચારી જ સોનું લઈ ફરાર થઈ ગયો છે. કર્મચારી 25 કિલો સોનુ લઈ ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે. તે રસ્તામાં બસ રોકાવીને સોનું લઈને ફરાર થઈ ગયો હતો.

સોનાની ચોરીની ઘટનાના પગલે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ Burglary ધરી છે. હાલમાં પાંચ કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. બુલિયનના કર્મચારીઓ અમદાવાદથી મુંબઈ જતા હતા. કર્મચારી સાગરિતો સાથે મળીને સોનું લઈ ફરાર થઈ ગયો છે.

ચોરીની આ પગલાના લીધે અમદાવાદની બુલિયન પેઢી અને ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી Burglary છે. તેના પગલે ખાનગી કંપનીમાં કામ કરતાં અને આ પ્રકારના મોટા વ્યવહારો કરતાં બીજા કેટલાય કર્મચારીઓ ભણી શંકાની સોય ઉઠવા લાગી છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ ખાસ કરીને સોના અને ચાંદી તથા હીરામાં આ પ્રકારની કોઈને કોઈ ઘટના દર મહિને કે બે મહિને એકાદ વખત બનતી જ હોય છે.

પહેલા તો આ કર્મચારીઓ વિશ્વાસ જીતી લે છે અને પછી માલિકનો વિશ્વાસ બેસી ગયા Burglary પછી તેઓ આ પ્રકારે જંગી હાથ મારે છે. 13.50 કરોડ રૂપિયાનું સોનું જેવી તેવી વાત નથી. તેનો વીમો હોઈ શકે છે પરંતુ વીમા કંપની પણ પૂરેપૂરું વળતર આપતી નથી. સોનાની દાણચોરીની ઘટનાના પગલે સમગ્ર બુલિયન બજારમાં સનસનાટી મચી ગઈ છે. સ્વાભાવિક રીતે આ સંજોગોમાં સોના-ચાંદીનો વેપાર કરતી બીજી પેઢીઓ પણ વધારે સાવધ બની શકે છે.

સામાન્ય રીતે સોના-ચાંદીના કારોબારમાં લોકો પોતાના કુટુંબીજન કે નજીકના મિત્રને જ રાખતા Burglary હોય છે, પરંતુ ઘણી વખત જોવા મળ્યું છે કે મોટી રકમની વાત આવે ત્યારે સંબંધોને પણ લોકો વિસારે પાડી દેતા હોય છે. તેથી પોલીસ પણ આ ઘટનામાં આ જ પ્રકારનો અંદાજ સેવી રહી છે. આ સિવાય પોલીસને પણ સોનીઓ અને સોના-ચાંદીના વેપારીઓને તાકીદ કરી છે કે તેમને ત્યાં તેઓ બહારના રાજ્યના કે અજાણ્યા વ્યક્તિને નોકરી પર રાખે તો તેનું પોલીસ વેરિફિકેશન કરાવી લે, પરંતુ તેઓ વેરિફિકેશનની ઝંઝટ વહોરવાનું પસંદ કરતાં ન હોવાથી આ પ્રકારના બનાવોમાં વધારે જોવા મળે છે.

 

આ પણ વાંચોઃ Gujrat/ન્યૂ ભુજ રેલવે સ્ટેશનનને આઇકોનિક લેન્ડમાર્ક રૂપે કરવામાં આવશે વિકસિત, કચ્છના રણની થીમ પર આધારિત હશે સ્ટેશન ભવનનું મોડલ

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચોઃ Tourism sector/નવી દિલ્હી ખાતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા બે એવોર્ડ