Not Set/ સુરતમાં યુવકે કર્યો આપઘાત, કારણ એવું કે જાણીને તમે પણ રડી પડશો

સુરતના અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો.

Gujarat Surat
a 51 સુરતમાં યુવકે કર્યો આપઘાત, કારણ એવું કે જાણીને તમે પણ રડી પડશો
  • સુરતમાં યુવાન ડોક્ટરે કર્યો આપઘાત
  • NEETના મેરીટ લિસ્ટમાં નામ નહીં આવતા કર્યો આપઘાત
  • અડાજણમાં યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
  • પોતોના ઘરમાં પંખે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરતમાં એક પછી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. લોકોમાં હવે જાણે સહન શક્તિ રહી જ નથી એવું જણાય રહ્યું છે. અને ખાસ કરીને આજની યુવા પેઢીમાં આ ખાસ જોવા મળે છે. કે સામાન્ય બાબતમાં તેઓ જીવન ટૂંકાવવા જેવુ પગલું ભરી લેતા હોય છે. ત્યારે આવામાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવાન ડોક્ટરે આપઘાત કેરી લેતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :કારીગર રોજ એક-એક હીરાની ચોરી કરતો, પણ અંતે ભાંડો ફૂટ્યો!

આ અંગે મળતી માહિતી અનુસાર,સુરતના અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરી હતી.

જોકે સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થતાં તેમનું નામ ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા હતા અને સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી. ડો. શ્રેયસની માતાએ જણાવ્યું હતું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું અને આવું પગલું ભરી લીધું.

આ પણ વાંચો : જિલ્લામાં પ્રથમ દિવસે ૨૧૩૬ પ્રિકોશન ડોઝ અપાયા

મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.

યુવતીએ આત્મહત્યા કરી

બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામની ક્રિષ્નાની એક મહિના પહેલાં સગાઇ થઇ હતી. ક્રિષ્ના રોજ વહેલી સવારે ઉઠીને પ્રેક્ટિસ માટે જતી હતી. પરંતુ પિતાએ આ માટે ના પાડતા તેને લાગી આવ્યુ હતું અને બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો :આમલી ડેમમાં નાવડી પલટી જતાં 7 લોકો ડૂબ્યા, બેનાં મળ્યા મૃતદેહ

આ પણ વાંચો :અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 177

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના કેસમાં ધરખમ વધારો, આજે નોધાયા સાત હજારથી વધુ નવા કેસ