#gujarat/ સાબરકાંઠામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલો હાલતમાં પકડાયો, ચાલતી હતી ચૂંટણીની કામગીરીની તાલીમ

સાબરકાંઠામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલો હાલતમાં પકડાયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 30T162659.953 સાબરકાંઠામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલો હાલતમાં પકડાયો, ચાલતી હતી ચૂંટણીની કામગીરીની તાલીમ

સાબરકાંઠામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલો હાલતમાં પકડાયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે. અને હવે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેના રોજ ચૂંટણી યોજાશે. દરમ્યાન રાજ્યમાં અનેક સ્થાનો પર ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમ્યાન ખેડબ્રહ્મામાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો.

નોંધનીય છે કે ખેડબ્રહ્માની એકશાળામાં ચૂંટણીની કામગીરીને લઈ તાલિમ ચાલી રહી હતી. રાજયમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. એટલે શાળામાં પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી હતી. આ તાલીમ દરમ્યાન મોતીલાલ બોડાત નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાયો. આ મામલાની ખેડબ્રહ્મા SDMએ પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખેડબ્રહ્મા પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી નશો કરેલ પ્રિસાઈડિંગ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ અધિકારીઓને ચૂંટણી દરમ્યાન કંટ્રોલરૂમ, ઈવીએમ, વીવીપેટ મશીન ગોઠવણી, મતદાન મથક, મતપત્રો, મતદારોની યાદી, મોકપોલ, જેવા મુદ્દે જુદી-જુદી કામગીરી આપવામાં આવે છે. ચૂંટણીમાં જે-તે અધિકારીઓને સોંપાતી કામગીરીમાં ગુપ્તતા જાળવવામાં આવે છે. મહત્વની કામગીરીમાં રોકાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર જ જ્યારે બેજવાબદાર વર્તન કરે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અબુઝમાડના જંગલમાં ભારતીય સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 નક્સલી ઠાર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે ભાજપના નેતાની જનહિતની અરજી પર બાદમાં થશે સુનાવણી

આ પણ વાંચો:72 ટકા ભારતીયો જે મસાલા ખાય છે તેનાથી ચિંતિત છે

આ પણ વાંચો:ઉત્તરાખંડ સરકારે પતંજલિની 14 વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો