Patanjali/ ઉત્તરાખંડ સરકારે પતંજલિની 14 વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે પતંજલિ દ્વારા ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945નું વારંવાર……..

Top Stories India Breaking News
Image 65 1 ઉત્તરાખંડ સરકારે પતંજલિની 14 વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

Uttarakhand News: બાબા રામદેવ અને પતંજલિ સામે સુપ્રિમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાખંડ સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી જણાવ્યું કે રાજ્ની લાયસન્સ ઓથોરિટીએ પતંજલિ અને દિવ્ય ફાર્મસીની 14 વસ્તુઓના ઉત્પાદનનું લાયસન્સ રદ કરી દીધું છે. સરકાર આ વસ્તુઓનું ઉત્પાદન તેમજ વેચાણ નહીં કરી શકે.

રામદેવ અને પતંજલિ સામે સુપ્રિમ કોર્ટમાં અવમાનના અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનો કેસ ચાલી રહ્યો છે દરમિયાન ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવને મોટો ઝાટકો આપ્યો છે. રાજ્યની લાયસન્સ ઓથોરિટીએ જણાવ્યું કે, અમે દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદિક લિમિટેડની જે 14 વસ્તુઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી લાયસન્સ રદ કર્યા છે.

આ બ્રાન્ડ સ્વાસારી ગોલ્ડ, સ્વાસારી વટી, બ્રોકોમ, સ્વાસારી પ્રવાહી, સ્વસારી અવાલેહ, મુક્તા વટી એકસ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, મધુનાશિની વટી એકસ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ વગેરેનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે પતંજલિ દ્વારા ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945નું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી પ્રતિબંધ મૂકી લાયસન્સ રદ કરી દીધું છે.

અગાઉ સુપ્રિમે ઉત્તરાખંડ સરકાર સામે આખરી ટિપ્પણી કરતા કહ્યું હતુ કે, જો કાયદા અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં ન આવી તો અમે તમને છોડીશું નહિં. અનુસંધાને ઉત્તરાખંડ સરકારે સુપ્રિમમાં સોગંદનામુ લખી જવાબ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાશ્મીરમાં ભારે હિમવર્ષા, દેશમાં ભીષણ ગરમીથી અપાયું રેડ એલર્ટ

આ પણ વાંચો:મણિપુરમાં આજે 6 મતદાન કેન્દ્રો પર આજે પુનઃ મતદાન, બીજા તબક્કા દરમ્યાન તૂટયા હતા EVM-VVPAT

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો સીધો પ્રશ્ન ‘તમે ધરપકડ-રિમાન્ડ વિરુદ્ધ છો જામીન માટે અરજી કેમ ના કરી’, દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે બીજા દિવસે થશે સુનાવણી