સુરેન્દ્રનગર/ જિલ્લામાં પ્રથમ દિવસે ૨૧૩૬ પ્રિકોશન ડોઝ અપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે ૨,૧૩૬ પ્રિકોશન ડોઝ અપાયા છે, કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

Gujarat

સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ની રસીકરણ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં  ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા  વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે ૨,૧૩૬ પ્રિકોશન ડોઝ અપાયા છે.

જે અન્વયે ચોટીલા તાલુકામાં ૪૦, ચુડા તાલુકામાં ૨૭૯, ધ્રાંગધ્રા તાલુકામાં ૨૩૫, લખતર તાલુકામાં ૭૧, લીંબડી તાલુકામાં ૮૩, મુળી તાલુકામાં ૧૨૭, પાટડી તાલુકામાં ૫૮૪, સાયલા તાલુકામાં ૧૬૩, થાનગઢ તાલુકામાં ૩૭ અને વઢવાણ તાલુકામાં ૫૧૭ મળી કુલ ૨,૧૩૬ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને  કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.