સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરી અને મોતને વહાલુ કરનાર તેમજ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર આયેશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ આ કેસને લઈને તપાસ કરી રહી છે. પોલીસને હવે આરોપી આરીફનો મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ ફોનમાંથી પોલીસને ડેટા પણ મળી આવ્યો છે. આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. આ કેસમાં સામે આવ્યું છે કે આરીફ અને તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આયેશાના પરિવાર પાસે સતત પૈસાની માંગણી કરી રહ્યો હતો. આયેશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ ભાંગી ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસના ગિરફતમાં આવ્યા બાદ મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપતો ન હતો પરંતુ પોલીસ રિમાન્ડ દરમિયાન કડક હાથે પૂછપરછમાં આરોપી આરીફનો મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે.
Political / ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે. જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આઇશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયેશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.ક્રૂર પતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હક્કીતો સામે આવી છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયશા સાથે મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં પતિ આરીફે ચાર થી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ કરી ચુક્યો છે.
કેરળ / ભાજપે થોડા કલાકોમાં નિર્ણય બદલ્યો, શ્રીધરન કેરળમાં સીએમ પદના ઉમેદવાર નહીં બને

Political / મહાશિવરાત્રીના દિવસે નંદીગ્રામથી મમતા દીદી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ
આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે. પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવનારી હકકિત શુ સામે આવે છે તે જોવું રહ્યું . આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કર્યા બાદ બુધવારે આરીફને મેટ્રો પોલીટન કોર્ટમાં રજૂ કર્યો હતો. જે દરમિયાન આયશાના પિતા લિયાકત અલી કોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટમાં બંને પક્ષની દલીલોના અંતે પોલીસે આરોપીની પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 6 માર્ચ 3 વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
