આગામી 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. મહિલા દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની મહિલાઓ માટે માટે ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓની બહાદુરીને ફિલ્મી પડદા પર કંડારવામાં આવશે.મહિલાઓ પ્રધાન ફિલ્મ હોય અને તેમાં પણ ગુજરાતી મહિલાના જીવન પર હોય ત્યારે સૌ ગુજરાતીની છાતી ગજ ગજ ફુલે જ ને.

ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓની બહાદુરીને ફિલ્મી પડદા પર કંડારવામાં આવશે.બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોલીસ પર અત્યાર સુધી અઢળક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં મોટાભાગે પુરૂષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ હવે માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓ પર બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે. ગુજરાતની આ ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી લીધો હતો.ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર આ ફિલ્મ બનવા જઈ રહી છે.
કેરળ / ભાજપે થોડા કલાકોમાં નિર્ણય બદલ્યો, શ્રીધરન કેરળમાં સીએમ પદના ઉમેદવાર નહીં બને
![]()
તેમના કામથી પ્રભાવિત થઈ ‘786’ ફિલ્મના ડાયરેક્ટર આશિષ મોહને તેમના પર મૂવી બનાવવાનો નિર્ણય લીધો છે.ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લા હતા ત્યારે તેમણે આ ચારેય મહિલાકર્મીઓને મહત્વની જવાબદારી આપી હતી. ત્યારે તેમણે આ ચારેય મહિલાઓને મહત્વની જવાબદારી આપી હતી. આ ચારેય મહિલા અધિકારીઓએ એક મહત્વના મિશન હેઠળ કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહ્યુ કે, ગુજરાત એટીએસની આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે આશિષ મોડન અત્યાર સુધી ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો આપી છે.
Political / મહાશિવરાત્રીના દિવસે નંદીગ્રામથી મમતા દીદી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
